ઉમેદવારોના નામ માટે ભાજપે એક નહીં પણ બબ્બે મીટીંગ કરી છે, તેમ છતાં પણ હજી કંઈ થાળે પડતું હોય તેવું લાગતું નથી. પેટા ચૂંટણી માટે અલગ અલગ સીટ પર પ્રભારીઓની નિમણૂંક પણ થઈ ગઈ, સંગઠન મંત્રીઓએ પોતાના રિપોર્ટ કાર્ડ પણ આપી દીધા છે. નેતૃત્ત્વએ આ રિપોર્ટને ચકાસ્યા પણ છે. તેમ છતાં પણ હજી એક બે મીટીગ થાય તેવી સંભાવના છે.
આપને જણાવી દઈએ કે, અહીં એક એક સીટ પર 20થી લઈ 25 ઉમેદવારો મેદાનમાં ઉતરવા માટે ઉત્સુક છે. રસપ્રદ વાત તો એ છે કે, જે ઉમેદવારોની લોકસભા ચૂંટણીમાં ટિકીટ કપાઈ ગઈ હતી, તે તમામ લોકો હવે વિધાનસભાની પેટાચૂંટણી લડવા માટે હવાતીયા મારી રહ્યા છે.બારાબંકીના જૈદપુરમાં 28, લખનઉમાં 25, ટૂંડલામાં 20 દાવેદારોનો મેદાનમાં ઉતરી આવ્યા છે. અમુક જગ્યાએ તો આનાથી પણ વધારે લોકો આગળ આવી રહ્યા છે.
ભાજપના અનેક મોટા નેતાઓ જણાવી રહ્યા છે કે, પાર્ટી નેતાઓ તથા તેમના પુત્રોને આવેદન ભરવાની મનાઈ કરવામાં આવી છે. પણ જે બહારથી આવ્યા છે, તથા પાર્ટીના જૂના નેતા છે. તેમાંથી એક એક સીટ પર અનેક નેતાઓ દાવેદારી ઠોકી રહ્યા છે.
પાર્ટી તરફથી જીતાઉ ઉમેદવારને પહેલો મોકો આપવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. છતાં પણ પ્રાઈવેટ એજન્સી પાસે સર્વે કરાવ્યો છે. સંઘ સાથે બેઠક યોજી અનેક નામોની ચર્ચા થઈ છે. ત્યાર બાદ જ કોઈ નિર્ણય પર આવશે. જો કે, સમન્વય બેઠકમાં અમુક સીટ પર ચર્ચાઓ થઈ છે. તેમ છતાં હજી સુધી રહસ્ય ખુલ્યુ નથી. પેટા ચૂંટણીને લઈ પાર્ટી હાલ તો સમગ્ર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન પણ દરેક વિધાનસભામાં જઈ કાંઈકને કાંઈક જાહેરાત કરી આવ્યા છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપમાં ઉમેદવારો પસંદગી કરવાનો કિમીયો અલગ જ છે.પેનલના નામ જીલ્લામાંથી આવે છે. ત્યાર બાદ પેનલ સંસદીય બોર્ડમાં જાય છે. ભાજપ જો કે, નામાંકનની તારીખની આસપાસમાં આવી જાહેરાત કરે છે. મોટી પાર્ટી છે, અમુક લોકો બહારથી પણ આવી ગયા છે. તેથી માથાકુટ અને લોકોની દાવેદારી પણ વધી છે. અગત્યની વાત તો એ છે કે, પેટાચૂંટણીમાં ભાજપનો રેકોર્ડ સારો નથી રહ્યો. તેથી હાલ તો ભાજપ કોઈ પણ રિસ્ક લેવા માગતુ નથી.
વધુમાં વિશ્લેષકોનું કહેવું છે કે, ભાજપ સર્વેના આધારે જીતાઉ ઉમેદવારોને ટિકીટ આપવાનો પ્રયત્ન કરશે. હાલમાં ભાજપ ઉગતો સૂરજ છે. ટ્રેક રેકોર્ડ અનુસાર 2014, 2017 અને 2019માં રેકોર્ડ સારો રહ્યો છે. તેથી જ ઉમેદવારોની લાઈન લાગી છે.
જ્યારથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બન્યા છે, ત્યારથી પાર્ટીમાં જીતાઉ ઉમેદવારોને પ્રથમ મોકો આપવાનું ચલણ શરૂ થયું છે. તેથી બાહ્ય અને વૈચારિક મુદ્દાઓ ગૌણ બન્યા છે. ભાજપ આ વખતે પેટા ચૂંટણીના તમામ સીટો જીતવાનો દાવો કરી રહ્યું છે. તેથી જે પણ ઉમેદવાર પાર્ટી માટે મતનો ઢગલો કરી આપે તેવા ઉમેદવારોને પસંદ કરશે. પાર્ટી નેતાઓ તો પહેલા જ કહી રહ્યા છે કે, વિચારધાર માટે સંઘ અને રાજનીતિ માટે ભાજપ છે. સારા પરિણામ માટે ભાજપ કોઈ પણ જીતાઉ ઉમેદવારને મેદાનમાં ઉતારશે.
આમ જોવા જઈએ તો વિધાનસભા પેટાચૂંટણી સત્તાધારી પાર્ટી માટે જીત સમાન હોય છે. પણ પાછળની અમુક પેટા ચૂંટણીની વાત કરીએ ભાજપનો ખરાબ અનુભવ થયા છે. તેથી આવા સમયે ભાજપ કોઈ પણ જાતનું રિસ્ક લેવા માગતું નથી. વળી લોકસભા ચૂંટણીથી હતાશ થયેલા સપા, બસપા અને કોંગ્રેસ માટે આ પેટા ચૂંટમી રસપ્રદ આશા સમાન જણાઈ રહી છે.
આપને યાદ હશે કે, પ્રદેશની હમીરપુર સીટ પર ચૂંટણીની પહેલેથી જ જાહેરાત થઈ ગઈ છે. હવે 12 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી છે. જેમાં ફિરોઝાબાદની ટૂંડલાને છોડી બાકીની સીટો પર ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેમાં રામપુર, સહારનપુરની ગંગોહ, અલીગઢની ઈગલાસ, લખનઉ કેંટ, બારાબંકીની જૈદપુર, ચિત્રકુટની માનિકપુર, બહરાઈચની બલહા, પ્રતાપગઢ, હમીરપુર, મઉની ઘોસી સીટ તથઆ આંબેડકરનગરની જલાલપુર સીટ સામેલ છે. આમાથી 12 વિધાનસભામાં રામપુર સીટ સપા અને જલાલપુર સીટ બસપા પાસે છે, બાકીની સીટો પર ભાજપનો કબ્જો છે.