પોલીસે શનિવારે જણાવ્યું કે, બાળકી 20 એપ્રિલે પોતાના ઘરની બાજુના મકાનની છત પર રમી રહી હતી. તે સમયે તે આકસ્મિક રીતે તે પ્લાસ્ટિકની જાળમાં પડી અને પોતાના પાડોશીના બાથરૂમમાં પહોંચી ગઈ હતી.
બાળકીના માતા-પિતાએ પોલીસને ફરિયાદ નોંધાવી કે, તેમની દીકરી ગુમ થઈ ગઈ છે. 24મી એપ્રિલે જ્યારે બંધ મકાનના લોકો પરત આવ્યા, ત્યારે તે બાથરૂમમાં બાળકીને બેહોશ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. બાળકી બાથરૂમમાં ઉપલબ્ધ પાણી પર જ 4 દિવસ જીવતી રહી. બાળકીને કોઈ ઈજા થઈ નથી, કારણ કે તે દોરડા પર લટકાયેલા કપડા પર પડી હતી.