રાજસ્થાનઃ વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે આખા દેશમાં લોકડાઉન છે. શ્રમિક ટ્રેનની સેવા હોવા છતાં હજુ ઘણાં કામદારો ચાલીને પોતાના ઘરે જઈ રહ્યાં છે. આવો જ એક કિસ્સો જયપુરમાં જોવા મળ્યો હતો. 7 મહિનાની ગર્ભવતી મહિલા જયપુરથી ચાલીને પતિ અને બાળક સાથે ઉત્તર પ્રદેશના સીતાપુર જઈ રહી છે.
આ મહિલાની સાથે બીજી મહિલાઓ અને તેમના પરિવારના લોકો છે. હાઈવે પર ક્યાંક કામદારો સાયકલ લઈને જઈ રહ્યાં છે, તો ક્યાંક સામાન લઈને ચાલતા જ પોતાના ઘરે જઈ રહ્યાં છે. જો આ કામદારો બીજા કોઈ વાહનમાં બેસે છે, તો પોલીસ તેમને નીચે ઉતારી દે છે. તંત્ર દ્વારા હજુ સુધી આ કામદારો માટે કોઈ વાહનની વ્યવસ્થા કરવામાં આવી નથી.
![seven month pregnant woman going home by walk](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-jpr-02-prawasimajdoor-pkj-9024297_14052020084209_1405f_00152_371.jpg)
આ સંકટની સ્થિતિમાં ગર્ભવતી મહિલાએ કહ્યું કે, અમારી પાસે ચાલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. લોકડાઉનના કારણે ફેક્ટરી બંધ થઈ ગઈ છે. રાશન પણ પતી ગયું હોવાથી આ કામદારોએ જયપુરથી ઉત્તર પ્રદેશના સીતાપુર સુધી ચાલવાનું નક્કી કર્યું છે.