નવી દિલ્હીઃ કર્મચારી મંત્રાલયે મંગળવારના રોજ જારી કરેલા એક આદેશ અનુસાર વરિષ્ઠ IPS અધિકારી એમ.એ.ગણપતિને સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યુરો (BCAF) ના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એમ.એ. ગણપતિ ઉત્તરાખંડ કેડરના 1986 બેચના IPS અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ ગણપતિની નિમણૂકને મંજૂરી આપી હતી. તેમનો કાર્યકાળ 29 ફેબ્રુઆરી 2024 ના રોજ નિવૃત્તિ સુધી ચાલશે. ઓગસ્ટમાં રાકેશ અસ્થાનાની બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક થયા બાદ બીસીએએસ ચીફનું પદ ખાલી હતું.