ETV Bharat / bharat

બિહાર ચૂંટણી : ભાજપના વરિષ્ઠ નેતા ઉષા વિદ્યાર્થી LJPમાં જોડાયા

લોજપા (લોક જનશક્તિ પાર્ટી ) બિહાર એનડીએથી અલગ થઇ ચૂકી છે. પાર્ટીએ 143 સીટો પર બિહાર વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મંગળવારે બિહાર બીજેપીના નેતા રાજેન્દ્ર સિંહ લોજપામાં સામેલ થયાં છે.

ljp
બિહાર ચૂંટણી : ભાજપના વરિષ્ઠ નેતા ઉષા વિદ્યાર્થી LJPમાં જોડાયા
author img

By

Published : Oct 7, 2020, 1:32 PM IST

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, ઉષા વિદ્યાર્થીએ બુધવારે દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાનની હાજરીમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) માં જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે બિહારના પાલિગંજથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.

ભાજપના વરિષ્ઠ નેતા ઉષા વિદ્યાર્થી LJPમાં જોડાયા

બીજેપી અને જેડીયુથી અલગ થયેલા એલજેપીએ અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં બીજેપી અને જેડીયૂના નારાજ ઉમેદવારોનો સાથ પણ ચિરાગ પાસવાનને ખૂબ મળ્યો છે. આ કડીને મજબૂત બનાવવાના આશયથી ભાજપના વરિષ્ઠ નેતા ઉષા વિદ્યાર્થીએ ભાજપ છોડીને એલજેપીમાં એન્ટ્રી લીધી હતી. બીજેપી છોડી એલજેપી પહોચેંલા ઉષા વિદ્યાર્થીએ કહ્યું કે, બિહારને આગળ લઇ જવા માટે કઠોર નિર્ણય લેવા જરૂરી હતા. ત્યાંના વિસ્તારના લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખીને આ નિર્ણય લેવો પડ્યો.

143 પર બિહાર વિધાનસભા ચૂંટણી લડશે લોજપા

લોજપા બિહાર એનડીએથી અલગ થઇ ચૂકી છે. પાર્ટીએ 143 સીટો પર બિહાર વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મંગળવારે બિહાર બીજેપીના નેતા રાજેન્દ્ર સિંહ લોજપામાં સામેલ થયાં છે.

જેડીયૂ,બીજેપી, હમ, વીઆઇપી એનડીએનો હિસ્સો

લોજપા બિહાર એનડીએથી અલગ થઇ ચૂકી છે. પરંતુ કેન્દ્રમાં એનડીએનો હિસ્સો છે. રામ વિલાસ પાસવાન કેન્દ્ર સરકારમાં પ્રધાન બન્યા રહેશે. બિહાર એનડીએમાં આ સમયે બીજેપી, જેડીયૂ અને હિન્દુસ્તાન આવામ મોર્ચા અને વિકાસશીલ ઇંસાન પાર્ટી સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.