જયપુર: શુક્રવારે સાંજે ભાજપના વરિષ્ઠ નેતા ભંવરલાલ શર્માનું અવસાન થયું છે. 95 વર્ષીય ભંવરલાલ શર્માના નિધન બાદ રાજ્ય ભાજપમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શર્માના પાર્થિવ દેહને પરકોટેના ગણગૌરી બજારમાં તેમના પૂર્વજોના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.
-
भाजपा के पूर्व प्रदेशाध्यक्ष एवं पूर्व मंत्री श्री भंवर लाल शर्मा जी के निधन का समाचार दुखद है। इस कठिन समय में मेरी गहरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं। ईश्वर से प्रार्थना है उन्हें सम्बल दें एवं दिवंगत आत्मा को शान्ति प्रदान करें। #Rajasthan
— Ashok Gehlot (@ashokgehlot51) May 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">भाजपा के पूर्व प्रदेशाध्यक्ष एवं पूर्व मंत्री श्री भंवर लाल शर्मा जी के निधन का समाचार दुखद है। इस कठिन समय में मेरी गहरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं। ईश्वर से प्रार्थना है उन्हें सम्बल दें एवं दिवंगत आत्मा को शान्ति प्रदान करें। #Rajasthan
— Ashok Gehlot (@ashokgehlot51) May 29, 2020भाजपा के पूर्व प्रदेशाध्यक्ष एवं पूर्व मंत्री श्री भंवर लाल शर्मा जी के निधन का समाचार दुखद है। इस कठिन समय में मेरी गहरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं। ईश्वर से प्रार्थना है उन्हें सम्बल दें एवं दिवंगत आत्मा को शान्ति प्रदान करें। #Rajasthan
— Ashok Gehlot (@ashokgehlot51) May 29, 2020
ભંવરલાલ શર્મા ભૂતકાળમાં રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ હતા અને સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમને રાજ્યના રાજકારણમાં લાંબો અનુભવ છે અને તેઓ સ્વર્ગીય ભૈરવસિંહ શેખાવતના યુગના નેતા માનવામાં આવે છે.
શનિવારે સવારે ચાંદપોલ મોક્ષ ધામમાં ભંવરલાલ શર્માના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શર્માના અવસાનના સમાચાર સાંભળીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો.સતિષ પૂનીયા, સાંસદ રામચરણ બોહરા સહિત શહેરના ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્ય અને જનપ્રતિનિધિ તેમના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં તેમણે મૃતદેહ પર પુષ્પાંજલી આપી અને તેમને શ્રદ્ધાંજલિ આપી.