નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકપ્રિય ચીની એપ ટિક-ટૉક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ચીની એપ પરનો પ્રતિબંધ ગોપનીયતા સુરક્ષા સંદર્ભે લેવાયો હોવાનું જણાવાયું છે.
આ અંગે વાત કરતાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ભારતની સુરક્ષા અને પ્રભુતાને જાળવી રાખવા માટે દેશવાસિઓની ડિઝિટલ સુરક્ષા પ્રદાન કરવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
આગળ વાત કરતાં પ્રસાદે કહ્યું હતું કે, લોકોના વ્યક્તિગત ડેટાને જાળવાી રાખવા માટે 59 એપ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેમાં ટિક-ટૉક પણ સામેલ છે. આ નિર્ણય આપણી સીમાઓનું ધ્યાન રાખનાર અને દેશવાસિઓની સુરક્ષા માટે મહત્વનો છે.