ETV Bharat / bharat

COVID-19 દર્દીઓ માટે સેલ્ફ આઈસોલેશનના સૂચનો

author img

By

Published : Aug 11, 2020, 9:23 PM IST

કોવિડ-19ના વધતા કેસોને કારણે વિશ્વભરમાં અને ભારતમાં હોસ્પિટલ ભરાઈ ગયાં છે. જે દર્દીઓને હળવા લક્ષણો છે તેમને સેલ્ફ આઈસોલેશનની સૂચના આપવામાં આવે છે.

Self-Isolation Tips For COVID-19 Patients
COVID-19 દર્દીઓ માટે સેલ્ફ આઈસોલેશનના સૂચનો

ન્યૂઝ ડેસ્કઃ કોવિડ-19ના વધતા કેસોને કારણે વિશ્વભરમાં અને ભારતમાં હોસ્પિટલ ભરાઈ ગયાં છે. જે દર્દીઓને હળવા લક્ષણો છે તેમને સેલ્ફ આઈસોલેશનની સૂચના આપવામાં આવે છે. ડોક્ટર રાજેશ વુક્કલાએ કહ્યું કે, જે લોકો નાના ઘરોમાં રહે છે, તેમના માટે સેલ્ફ આઈસોલેશન અઘરું છે. ઘણી હોટલો સેલ્ફ આઈસોલેશન માટે આ સેવા પૂરી પાડે છે. જો તમને હળવા લક્ષણો છે તો તમે 2 સપ્તાહ માટે સેલ્ફ આઈસોલેટ થઈ શકો છો. પરંતુ અમુક વસ્તુઓની તકેદારી રાખવી પડશે.

સંક્રમિત વ્યક્તિ માટેના સૂચનો

  • જો ઘર નાનું હોય તો પીપીઈ કીટ પહેરો
  • રુમને રોજ સેનિટાઈઝ કરવો જરુરી છે
  • પીપીઈ કીટની સૂચના ધ્યાનપૂર્વક વાંચો
  • કચરાનો તુરંત નિકાલ કરો, પરંતુ એ કચરાને અલગ રાખો
  • શક્ય હોય ત્યાં સુધી એટેચ્ડ બાથરુમ વાળા રુમમાં રહો
  • માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીને રાખો, સમયાંતરે હાથ સેનિટાઈઝ કરતા રહો
  • પૌષ્ટિક આહાર લો
  • ઓક્સિજન લેવલ, હ્રદયના ધબકારા અને તાપમાન માપતા રહો
  • જો સમસ્યા જણાય તો મેડિકલ મદદ લો
  • ડૉક્ટર સાથે વાત કરો અને ઈમ્યુનિટી વધારવા મલ્ટીવિટામીન લો
  • પૂરતા પ્રમાણમાં પાણી પીવું
  • પૂરતો આરામ કરો અને પૂરતી ઉંઘ લો

પરિવાર માટેના સૂચનો

  • પરિવારના બધા જ સદસ્યોએ સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું જોઈએ, સિવાય કે જે જરુરી ચીજવસ્તુઓની આપ લે કરે છે
  • સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવો ત્યારે પીપીઈ કિટ પહેરીને જાઓ
  • સંક્રમિત વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવેલા કચરાને અલગથી દૂર કરવાની વ્યવસ્થા કરો
  • સંક્રમિત વ્યક્તિના દરવાજાથી જ ચીજવસ્તુઓની આપ લે કરવી જોઈએ
  • સંક્રમિત વ્યક્તિએ તેનો રુમ જાતે જ સાફ કરવો જોઈએ
  • વોશરુમ પણ સંક્રમિત વ્યક્તિએ જ સાફ કરવું જોઈએ

જીવાણુનાશક (ડિસઈન્ફેક્ટિંગ)

  • જીવાણુનાશક માટે સોડિયમ હાયપોક્લોરાઇટ સોલ્યુશનનો ઉપયોગ કરો
  • સોલ્યુશન વાયરસને વધવા નહીં દે.
  • દર 4 કલાકે એ જગ્યા, વિસ્તાર અને સપાટીને સાફ કરો.
  • ચેપગ્રસ્ત વ્યક્તિનો તમામ કચરો અલગથી નિકાલ કરો.
  • મહાનગરપાલિકાના લોકોને જાણ કરવી અને કરચાનો નિકાલ તેમના દ્વારા જ થવો જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.