ETV Bharat / state

"વોટ બેંક અને એક સમાજને ખુશ કરવા રાજનીતિ કરવામાં આવી" : અમદાવાદ શાહી જામા મસ્જિદના ઈમામ - Waqf Amendment Bill 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

એક તરફ અમદાવાદમાં વક્ફ એમેન્ડમેન્ટ બિલ 2024 માટે સૂચનો જોગ JPC ની બેઠક યોજાઈ હતી. જેના બાદ સોમનાથમાં મોટાપાયે ડિમોલેશન કરાયું, જેમાં ધર્મ સ્થાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ મામલે અમદાવાદ શાહી જામાં મસ્જિદના ઈમામ મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકીએ પ્રતિક્રિયા આપી છે.

અમદાવાદ શાહી જામા મસ્જિદના ઈમામ
અમદાવાદ શાહી જામા મસ્જિદના ઈમામ (ETV Bharat Gujarat)

અમદાવાદ : ગુજરાતમાં એક પછી એક જિલ્લામાં બુલડોઝરવાળીનો મામલો સામે આવી રહ્યો છે. હાલમાં જ સોમનાથમાં મોટા પાયે ડિમોલેશન કામગીરી કરવામાં આવી છે, જેમાં ધર્મસ્થાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. તેની લઘુમતી સમાજ પર ઊંડી અસર પડી છે.

બીજી તરફ વક્ફ એમેન્ડમેન્ટ બિલ, 2024 લાવવાની તૈયારી ચાલી રહી છે, જેના માટે તાજેતરમાં જ અમદાવાદમાં JPC ની બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકી ગયા ન હતા, એવું તો શું થયું? આ અંગે અમદાવાદ શાહી જામાં મસ્જિદના ઈમામ મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકી અને એડવોકેટ શમશાદ ખાન પઠાણે ETV Bharat સંવાદદાતા રોશન આરા સાથે ખાસ વાતચીત કરી હતી.

અમદાવાદ શાહી જામા મસ્જિદના શાહી ઈમામ મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકીએ વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 ને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, વકફ એમેન્ડમેન્ટ બિલની મુસ્લિમો પર ખૂબ જ ખતરનાક અસર પડશે. સરકાર વક્ફને સંપૂર્ણ રીતે કબજે કરવા માંગે છે. તેથી જ તમામ પ્રકારના બહાના કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તે હિન્દુઓની જમીન છે.

પ્રાચીન સમયમાં બાદશાહ, નવાબો અને રાજાઓનું શાસન હિન્દુસ્તાનમાં હતું, આ લોકો ધાર્મિક સ્થળો માટે જમીન ભેટમાં આપતા હતા. ત્યાં કબ્રસ્તાન, મઠો, મદરેસા, ધાર્મિક સ્થાનો બનાવવામાં આવ્યા. જે જમીન સો-છસો વર્ષ પહેલા આપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ હવે સરકાર તેને જપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે અમે વકફ અને હિન્દુસ્તાનના કાયદાઓને ધ્યાનમાં રાખીને વકફ સુધારા બિલનો વિરોધ કરીએ છીએ.

JPC બેઠકમાં ન જવાનું કારણ જણાવતા મુફ્તી શબ્બીર અહેમદે કહ્યું કે, અમને અમારા તમામ સભ્યો સાથે જવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ મીટીંગની અગાઉ રાત્રે અમને માહિતી મળી કે અમારા સાથીદારોના નામ હટાવી દેવામાં આવ્યા છે. આ મીટીંગમાં મને એકલા જ હાજરી આપવી પડશે. તેથી જ મેં આ મીટીંગમાં જોડાવાની ના પાડી. સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વોટ બેંક માટે અને એક સમાજને ખુશ કરવા માટે રાજનીતિ કરવામાં આવી રહી છે.

સોમનાથમાં ડિમોલેશન કામગીરી અંગે મુફ્તી શબ્બીર અહેમદે કહ્યું કે, કોર્ટનો સ્ટે હોવા છતાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ બુલડોઝરો માત્ર મુસ્લિમોને ડરાવવા અને તેમને ખતમ કરવા માટે ચલાવવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ બિનસાંપ્રદાયિક માનસિકતા ધરાવતા લોકો છે અને ઘણા બિન-મુસ્લિમ હિન્દુ ભાઈઓ અમારી સાથે છે. તે પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે.

આ મુદ્દે એડવોકેટ શમશાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, બુલડોઝરના મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે કોર્ટની પરવાનગી વગર ક્યાંય પણ બુલડોઝર ચલાવવું જોઈએ નહીં. આ અંગે 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી થવાની છે. તે પહેલા સોમનાથમાં મોટાપાયે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

શમશાદ ખાન પઠાણે વધુમાં કહ્યું કે, સોમનાથ મંદિરના બ્યુટિફિકેશન માટે આ તમામ જગ્યાઓ હસ્તગત કરવાની છે અને તેની આસપાસના તમામ ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે. આ મામલો વકફ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. તેમ છતાં બુલડોઝરની કરવામાં આવે તે બહુ જ દુઃખદ ઘટના છે.

ખાસ નોંધ: વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 અને ધર્મ સ્થાનો પર બુલડોઝર વિશે, શાહી જામાં મસ્જિદના ઈમામ મુફ્તી શબ્બીર અહેમદ સિદ્દીકી અને એડવોકેટ શમશાદ ખાન પઠાણના વિચારો છે, ETV ભારત તેમનું સમર્થન કરતું નથી.

  1. અમદાવાદમાં વકફ સંશોધન બિલ અંગે JPC બેઠક, વિપક્ષે કર્યા સૂત્રોચ્ચાર
  2. વક્ફની વાસ્તવિકતા શું છે અને અફવાઓ પાછળનું સત્ય શું છે? જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.