નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પણ EDના નિશાના પર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનની નાણાકીય અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 3 ઓક્ટોબર (ગુરુવાર) ના રોજ સમન્સ પાઠવ્યા છે અને જેમાં તેમણે આજે હાજર થવું પડશે.
અઝહરુદ્દીન હવે ક્રિકેટર માંથી રાજકારણમાં આવ્યો છે, હાલમાં તે કોંગ્રેસના નેતા છે અને લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. અઝહરુદ્દીન તાજેતરમાં જ તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, અઝહરુદ્દીન 2019 થી 2023 સુધી HCA ના પ્રમુખનું પદ સંભાળી ચુક્યા છે, તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર ભંડોળના દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Enforcement Directorate has summoned former Cricketer and Congress leader Mohammed Azharuddin in an alleged money laundering case linked to Hyderabad Cricket Association: Sources
— ANI (@ANI) October 3, 2024
(File photo) pic.twitter.com/oX9Tvs4Wc9
હૈદરાબાદ પોલીસે ગયા વર્ષે ઑક્ટોબરમાં ચાર ફોજદારી કેસ નોંધ્યા હતા, જેમાં તેની સાથે અન્ય ભૂતપૂર્વ HCA અધિકારીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) ની સંબંધિત કલમો હેઠળ વિશ્વાસના ગુનાહિત ભંગ, છેતરપિંડી, બનાવટી અને ષડયંત્રનો આરોપ મૂક્યો હતો.
ED summons Cricketer turned politician #MohammadAzharuddin in Hyderabad in a money laundering case related to Hyderabad Cricket Association pic.twitter.com/IHBlqzJ3zA
— All India Radio News (@airnewsalerts) October 3, 2024
અઝહરુદ્દીને 1984 થી 2000 સુધી ભારત માટે ક્રિકેટ રમી છે. જેમાં તેમણે 1989 થી 1999 સુધી ટીમની કેપ્ટનશીપ કરી. 47 ટેસ્ટ મેચોમાં, તેણે ભારતીય ટીમને 14 મેચોમાં જીત અપાવી અને 19 મેચમાં હર મળી હતી. વનડેમાં, અઝહરુદ્દીને 174 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું, જ્યાં તેમણે કેપ્ટન તરીકે 90 વખત જીત મેળવી અને 76 વખત હારી મળી.
આ પણ વાંચો: