ખાનગી રિપોર્ટની મળતી જાણકારી મુજબ, શ્રીનગર અને અવંતીપોરા સ્થિત હવાઈ અડ્ડા પર આતંકવાદી હુમલાની તૈયારીમાં છે. સેનાને જાણકારી મળતા જ આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ દરેક જગ્યાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સેના હંમેશા સાવચેત રહે છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા બળો સાથે થયેલી જૂથ અથડામણમાં 6 આતંકવાદીઓના મોત થયા હતા. તો એક જવાન શહીદ થયો અને એક સામાન્ય નાગરિકનું મોત થયું હતું.
પુલવામા જિલ્લામાં થયેલી જૂથ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓના મોત થયા હતા. જેમાં એક સૈનિક તથા એક સામાન્ય નાગરિકનું મોત થયું હતું. તો શોપિયા જૂથ અથડામણમાં પણ 3 આતંકવાદીઓના મોત થયા હતા.