ETV Bharat / bharat

વારાણસીમાં નેપાળી યુવકના મુંડનનો મામલો, પોલીસે વધારી મંદિરની સુરક્ષા

વારાણસી પોલીસે પશુપતિ નાથ મંદિર (નેપાળી મંદિર) ની બાહ્ય સુરક્ષા વધારી છે. 2 દિવસ પહેલા લલિતા ઘાટ પર મંદિરની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ વિવાદિત પોસ્ટર લગાવ્યા બાદ નેપાળી યુવકનુ આવારાતત્વો દ્વારા મુંડન કરવામાં આવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ થઇ ગઇ છે. મુખ્ય આરોપી અરૂણ પાઠક હજી પોલીસની ધરપકડથી બહાર છે.

વારાણસીમાં નેપાળી યુવકના મુંડનનો મામલો
વારાણસીમાં નેપાળી યુવકના મુંડનનો મામલો
author img

By

Published : Jul 18, 2020, 4:00 PM IST

વારાણસી: વારાણસી પોલીસે પશુપતિ નાથ મંદિર (નેપાળી મંદિર) ની બાહ્ય સુરક્ષા વધારી છે. 2 દિવસ પહેલા લલિતા ઘાટ પર મંદિરની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ વિવાદિત પોસ્ટર લગાવ્યા બાદ નેપાળી યુવકનુ આવારાતત્વો દ્વારા મુંડન કરવામાં આવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ થઇ ગઇ છે. મુખ્ય આરોપી અરૂણ પાઠક હજી પોલીસની ધરપકડથી બહાર છે.

હિન્દુસ્તાનની સાથે-સાથે ખાસ કરીને કાશી સાથે, નેપાળની સંસ્કૃતિ અને સભ્યતાનો સંબંધ રહ્યો છે. સંબંધની સૌથી અનોખી નિશાની કાશીમાં સ્થિત ભગવાન પશુપતિનાથનું મંદિર છે. જેને નેપાળી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

હજારો નેપાળીઓ પેઢીઓથી અહીં આવી રહ્યા છે. એટલું જ નહીં, નેપાળના લોકો પણ અહીં સીધા ધંધો કરવા આવે છે. જેથી ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. કાશીમાં નેપાળી લોકોનો એક અલગ વિસ્તાર છે. જ્યાં મોટી સંખ્યામાં નેપાળી રહે છે.

આ સાથે જ અહીં પૂજા કરવા આવતા લોકો પણ નેપાળના છે. જેઓ ઘણા વર્ષોથી અહીં રહે છે અને આ મંદિરની સેવા કરે છે કાશીના લોકોને મંદિરની વિશેષ આસ્થા છે.

વિશ્વ હિન્દુ સેના દ્વારા મંદિરની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે પછી આ મામલો ધીરે ધીરે વધી ગયો છે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસનની સાવચેતી હોવાથી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઇટીવી ભારત સાથે વાત કરતા પંડિત મહંત રોહિત ગુરુએ જણાવ્યું હતું કે વહીવટી લોકોએ સુરક્ષા વધારી દીધી છે. સતત ઓફિસર અમારી સાથે સંપર્કમાં છે, તે કહે છે, તમને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.