સમગ્ર ઘટનાને પગલે દિલ્હી પોલીસે ઉત્તર પૂર્વીય વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરોધને લઈ કલમ 144ને લાગુ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીના જાફરાબાદ, સીલમપુર અને બૃજપુરીમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તેમજ સમગ્ર ઘટનાને પગલે FIR પણ દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ નાગરિકતા કાયદા વિરૂદ્ધ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ ગઈ હતી.