પુરી: ઓડિશામાં પ્રતિવર્ષ આયોજિત થનારી રથ યાત્રા સાથે જોડાયેલી પ્રક્રિયાઓ આજે એટલે કે, શુક્રવારથી શરુ થઇ ગઈ છે. પરંપરાઓ અનુસાર આજે ભગવાન જગ્ગનાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્વાને વિગ્રહ સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ વચ્ચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પુરીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
જગન્નાથ મંદિરમાં ત્રણ વિગ્રહોને સ્નાન કરાવવાની સાથે આજથી સ્નાન પૂર્ણિમાનો ઉત્સવ શરુ થયો છે. કોરોના મહામારીને કારણે પુરી સ્થિત મંદિરમાં લોકોની ભીડ ન જમા થાય તેને ધ્યાને રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા આપરાધિક પ્રક્રિયા સંહિતાની (સીઆરપીસી) કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, પુરીના જગન્નાથ મંદિરથી શરુ થનારી રથયાત્રામાં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જમા થતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને સાવચેતીના પગલા ભર્યા છે. પ્રશાસને કહ્યું કે, સ્નાન યાત્રા દરમિયાન કોરોના વાઇરસ મહામારી ન ફેલાય તે માટે લોકોનો સમુહ બનાવવા માટે મનાઇ કરી છે. કોઇ પણ પ્રકારની જનસભા પણ પ્રતિબંધિત છે.