મહારાષ્ટ્રમાં 288 સીટો વાળી વિધાનસભામાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તેવા અણસાર તો દેખાઈ રહ્યા છે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. જો કે, હાલમાં બંનેના ગઠબંધનવાળી સરકાર પ્રદેશમાં શાસન કરી રહી છે.
શિવસેનાના નેતા સંજય રાવત આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી કરવી ભારત-પાક.ના ભાગલા કરતા પણ મોટી ગંભીર સમસ્યા છે. સરકારની જગ્યાએ જો અમે વિપક્ષમાં હોત તો આજે કંઈક જુદી જ પરિસ્થિતી હોત. સીટોની વહેંચણીને લઈ જે પણ નક્કી થશે, તે અમે તમને જણાવીશું.
આ બંનેની વચ્ચે હજૂ આરપીઆઈના પ્રમુખ રામદાસ આઠવલે પણ પોતાની પાર્ટી માટે 10 સીટોની માગણી કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, 288 સીટ વાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે 122 સીટ છે, જ્યારે શિવસેના પાસે 63 સીટ છે.