ETV Bharat / bharat

SCTIMSTના વૈજ્ઞાનિકો દ્વારા Covid-19ના દર્દીઓના પરીક્ષણ માટે ‘ડીસઇન્ફેક્ટેડ બેરીયર એક્ઝામીનેશન બુથ’ તૈયાર કરવામાં આવ્યું - corona virus impact

‘શ્રી ચીત્રા તિરૂનલ ઇન્સ્ટીટ્યુટ ફોર મેડીકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’ (SCTIMST), એક સ્વનિર્ભર સંસ્થાના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડીપાર્ટમેન્ટ (DST), તેમજ ભારત સરકારના વૈજ્ઞાનિકો દ્વારા Covid-19ના દર્દીઓના પરીક્ષણ માટે ‘ડીસઇન્ફેક્ટેડ એક્ઝામીનેશન બુથ’ તૈયાર કરવામાં આવ્યુ છે.

etv Bharat
SCTIMSTના વૈજ્ઞાનિકો દ્વારા Covid-19ના દર્દીઓના પરીક્ષણ માટે ‘ડીસઇન્ફેક્ટેડ બેરીયર એક્ઝામીનેશન બુથ’ તૈયાર કરવામાં આવ્યુ
author img

By

Published : Apr 10, 2020, 12:25 AM IST

આ નવીનતમ ડીસઇન્ફેક્ટેડ એક્ઝામીનેશન બુથની રચના ટેલીફોન બુથની જેમ બંધ કેબીન જેવી હોય છે જેથી દર્દી સાથે સીધા સંપર્કમાં આવ્યા સીવાય જ ડૉક્ટર તેનુ પરીક્ષણ કરી શકે છે અને કોરોના વાયરસથી સંક્રમીત થવાથી બચી શકે છે. આ બુથ લેમ્પ, ટેબલફેન, રેક તેમજ અલ્ટ્રાવાયોલેટ લાઇટથી સજ્જ છે.

દરેક દર્દી ચેમ્બર છોડે ત્યાર બાદ ચેમ્બરમાં લગાવેલી અલ્ટ્રાવાયોલેટ લાઇટ આ ચેમ્બરને ડીસઇન્ફેક્ટ કરે છે. બુથમાં લગાવવામાં આવેલી UV લાઇટ 15 વોટના રેટીંગ સાથે 254nmની વેવલેન્થ ધરાવે છે જે 3 મીનિટની અંદર ચેમ્બરમા રહેલા મોટાભાગના જીવાણુઓનો નાશ કરે છે. દર્દીની શારીરિક તપાસ માટે મોજાની એક જોડી પણ બુથમાં આપવામાં આવે છે. આ ઉપરાંત આ ચેમ્બરની સાઇડ ફ્રેમમાં એક એન્ટ્રી ટનલ આપવામાં આવી છે જેમાંથી સ્ટેથોસ્કોપ પસાર કરી શકાય છે. આ એન્ટ્રી ટનલ દ્વારા ડૉક્ટર દર્દી સુધી સ્ટેથોસ્કોપ પહોંચાડીને તેના હ્રદયના ધબકારા અને શ્વાસના અવાજને સાંભળી શકે છે.

આ પરીક્ષણ પછી:

· દર્દીને આ ચેમ્બર ખાલી કરવાનું કહેવામાં આવે છે.

· અલ્ટ્રાવાયોલેટ લાઇટને ત્રણ મીનિટ સુધી ચાલુ રાખવામાં આવે છે.

· જ્યારે અલ્ટ્રાવાયોલેટ કીરણોથી ચેમ્બરમાંના જંતુઓનો નાશ કરવામાં આવે ત્યાર બાદ અન્ય દર્દીને બોલાવવામાં આવે છે અને ફરી એક વાર એ જ પ્રક્રીયા કરવામાં આવે છે.

આ બુથની લંબાઇ 210cm, ઉંડાઇ 150cm અને પહોળાઈ 120cm છે જેથી દર્દીને પુરતી જગ્યા મળી રહે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.