મુંબઈ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા વાયરસનો પ્રકોપ ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે. ભારત સરકાર કોરોના વાયરસને લઈ સતર્ક છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 11,093 યાત્રિકોની કોરોના વાયરસ અંગેની તપાસ કરવામાં આવી છે. જે લોકોની તપાસ કરવામાં આવી છે. જેમાં 107 લોકો મહારાષ્ટ્રની સાથે અન્ય 21 લોકોમાં કોરોના વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા છે. જેની તપાસ મુંબઈની કસ્તૂરબા ગાંધી હોસ્પિટલ અને પુર્ણ નાયડૂ હોસ્પિટલમાં કરવામાં આવી છે. જ્યાં 20 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
મહારાષ્ટ્રમાં 2 હોસ્પિટલ કોરોના વાયરસથી સંક્રમિત લોકો માટે બનાવવામાં આવી છે. ભારતમાં કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસથી સંક્રમતિ લોકો શંકાના આધાર પર રાખવામાં આવ્યાં છે. જેમાં સૌથી વધુ કેરળમાં 2421 લોકો છે.
અન્ય રાજ્યો પણ આ ભયંકર વાયરસની ઝપેટમાં આવતા યોગ્ય પગલા લીધા છે. ભારતમાં કોરના વાયરસના ત્રણ કેસ સામે આવ્યો છે. ચીનમાં આ વાયરસથી 15 હજારથી વધુ લોકો સંક્રમિત છે. જ્યાં 500 જેટલા લોકોના મૃત્યું થયા છે.