નવી દિલ્હી: વકીલ અને ફરિયાદી તેના કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં સરળતાથી રજૂઆત કરી શકે તે માટે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાનીની તમામ 7 ડિસ્ટ્રીક્ટ કોર્ટના કેમ્પસમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા શરૂ કરી છે.
સુપ્રીમ કોર્ટે શનિવારના રોજ જાહેર કરેલા જાહેરનામા મુજબ, રોહિણી, દ્વારકા, પટિયાલા હાઉસ, સાકેત, તીસ હજારી, કડકડદુમા અને રાઉઝ એવન્યુની જિલ્લા અદાલતમાં વીડિયો કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ રહેશે.
જે મુજબ વકીલો અને ફરિયાદીને તેમના કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં હાજર થવા વીડિયો કોન્ફરન્સ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.