નવી દિલ્હી: કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના તંત્ર અને તેની સંપત્તિ પર અધિકાર અંગે સુપ્રીમ કોર્ટ સોમવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલા ન્યાયમૂર્તિ યૂયૂ લલિત અને ન્યાયમૂર્તિ ઈંદુ મલ્હોત્રાની પીઠે આ મામલે જોડાયેલી અરજી પર ગત્ત વર્ષ 10 એપ્રિલના તેમનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કેરળ હાઈકોર્ટે 2011માં પોતાના એક ચુકાદામાં રાજ્ય સરકારને પદ્મનાભસ્વામી મંદિરની તમામ સંપત્તિઓ અને મેનેજમેન્ટ પર નિયંત્રણ લેવાનો આદેશ આપ્યો હતો, જેને પૂર્વ ત્રાવણકોર શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં 8 વર્ષથી વધુ સમય સુધી સુનાવણી ચાલી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ કહ્યું કે, પદ્માનાભસ્વામી મંદિર મેનેજમેન્ટનો ત્રાવણકોરનો શાહી પરિવાર સંચાલનમાં સત્તા જાળવશે.
- આ મંદિરને દેશનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે.
- સુપ્રીમ કોર્ટે 2 મે, 2011ના રોજ મંદિરના સંચાલન અને સંપત્તિઓ પરના નિયંત્રણ અંગેના હાઈકોર્ટના નિર્દેશ પર સ્ટે મુક્યો હતો.
- સુપ્રીમ કોર્ટે આદેશ પણ આપ્યો હતો કે, મંદિરની તિજોરીમાં કિંમતી વસ્તુઓ, આભૂષણનું પણ વિસ્તૃત વિવરણ તૈયાર કરવામાં આવશે
- કોર્ટે 8 જુલાઈ, 2011ના રોજ કહ્યું હતું કે, મંદિરના ભોંયરું-બી ખોલવાની પ્રક્રિયા આગળના આદેશો સુધી રોકવામાં આવશે.