નવી દિલ્હીઃ દેશનુ નામ ઇન્ડિયાના બદલે ભારત નામનો ઉપયોગ કરવાની માગ કરતી એક જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટની શુક્રવારે થનારી સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. હવે આ અંગેની આગામી સુનાવણી 2 જૂને થશે.
આ જનહિત અરજીની સુનાવણી ન્યાયાધીશ ઋષિકેશ રોય અને એએસ બોપન્ના કરી રહ્યા હતા. કોર્ટે આ અંગે સુનાવણી માટે આગામી તારીખ આપી છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા એક અંગ્રેજી નામ છે, જેને બદલીને ભારત રાખવું જોઇએ, જેથી લોકો બ્રિટનના વસાહતી ભૂતકાળથી દૂર થઇ શકે અને આપણી રાષ્ટ્રીયતામાં ગૌરવની ભાવના પેદા કરે.
2016ની શરૂઆતમાં આવી જ એક અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. આ દરમિયાન કોર્ટે અરજદારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે તમને શું લાગે છે કે કોર્ટ પાસે આવા ભાવાત્મક મુદ્દાઓ પર ધ્યાન દેવા સિવાય બિજુ કઇ પણ કામ નથી. તે અરજી ન્યાયાધીશ ટી.એસ.ઠાકુર અને યૂયૂ લલિતની ખંડપીઠે ફગાવી દીધી હતી.