નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે બુધવારે નોંધ્યું કે, કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન દરમિયાન લોનના હપ્તાના વ્યાજ પર વ્યાજ વસૂલવાનો કોઈ અર્થ નથી. ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું કે, એકવાર સ્થગિત કર્યા બાદ તેના હેતુઓને પૂર્ણ કરવા જરૂરી છે. લોનના હપ્તા સ્થગિત રાખ્યા બાદ તેના વ્યાજ પર વ્યાજ વસૂલવાનો કોઈ અર્થ નથી. આ બાબતે બેન્કો પર બધુ ન છોડીને સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. આ ખંડપીઠમાં એસ. કે. કૌલ અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહ પણ સામેલ છે.
ખંડપીઠે જણાવ્યા મુજબ, જ્યારે એકવાર સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો તેનો ઉદ્દેશ્ય પૂરો થવો જોઈએ. આવા સમયે વ્યાજ પર વ્યાજ વસૂલ કરવાનો કોઈ અર્થ નથી. ખંડપીઠે આગરા નિવાસી ગજેન્દ્ર શર્માની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું કે, ગજેન્દ્ર શર્મા રિઝર્વની 27 માર્ચના દિશાનિર્દેશમાં ઉલ્લેખ કરાયેલા મોરટોરિયમ અવધિ દરમિયાન લોનના હપ્તા પર વ્યાજ લેવાના મુદ્દાને હટાવવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીકર્તા જે લેણદાર પણ છે. જેમનું કહેવું છે કે, તેની સામે મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ બાબત બંધારણના અનુચ્છેદ-21માં લખેલા જીવન જીવવવાનો અધિકારમાં અડચણ બની રહી છે.
કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક તરફથી ન્યાયાલયના સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે, સંપૂર્ણ વ્યાજ માફી બેન્કો માટે શક્ય નથી કેમ કે બેન્કોને પણ પોતાના ડિપોઝિટર ગ્રાહકોને વ્યાજ આપવાનું હોય છે. બેન્કો 133 લાખ કરોડ રૂપિયાની રાશી જમા છે. જેના પર બેન્કોને વ્યાજ આપવું પડે છે. આવા સમયે લોનના વ્યાજ માફ કરવાથી કામકાજ પર ઉંડી અસર પડી શકે છે.
ખંડપીડ આ મામલે સુનાવણી ઓગષ્ટ પહેલા અઠવાડિયે નક્કી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને આ બાબતે સમીક્ષા કરવાની સૂંચના આપી છે. આ સાથે ભારતીય બેન્ક યુનિયન આ બાબતે કોઈ દિશાનિર્દેશ કરવાની શક્યતા અંગે પણ વિચારણા કરવા કહ્યુ છે.
તુષાર મેહતાએ જણાવ્યું કે, મોરટોરિયમ અવધિ દરમિયાન લોનનું વ્યાજની સંપૂર્ણ માફી બેન્કોની આર્થિક સ્થિરતા માટે જોખમી છે અને તે બેન્કોના જમાકર્તાઓ માટે નુકસાનકારક છે. આ મામલે બેન્ક યુનિયન અને ભારતીય સ્ટેટ બેન્કનું પ્રતિનિધિત્વ કરનારા વકીલએ ખંડપીઠ પાસે આ સુનાવણી 3 મહિના પછી કરવાનો આગ્રહ કર્યો છે. મોરટોરિયમ અવધિ દરમિયાન વ્યાજમાં છૂટ આપવા સંબંધિત અરજી ગેરલાયક છે.
ન્યાયાલયે આ પહેલા 12 જૂનના રોજ નાણા વિભાગ અને ભારતીય રિઝર્વ બેન્કને 3 દિવસની અંદર એક બઠક કરવા સૂંચવ્યું હતું. જેમા મોરટોરિયમ અવધિ દરમિયાન લોનના હપ્તાના વ્યાજ પર વ્યાજ વસુલવામાંથી મુક્તિ આપવા બાબતે ફેસલો કરવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટેનું માનવું છે કે, આ સંપૂર્ણ મોરટોરિયમ અવધિ દરમિયાન વ્યાજને સંપૂર્ણ માફીનો સવાલ નથી પરંતું બેન્કો દ્વારા લેવામાં આવતા લોનના વ્યાજના વ્યાજ વસુલવા પુરતો સીમિત છે. અરજીકર્તાએ આ મામલે ન્યાયાલયને કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને વ્યાજમાં રાહત આપવા આદેશ કરવાનો આગ્રહ કરાયો છે.
આ અરજીમાં જણાવ્યા મુજબ, મોરટોરિયમ અવધિ દરમિયાન વ્યાજ લેવામાં ન આવવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ બાબતે 4 જૂનના રોજ નાણા વિભાગ વ્યાજમાં માફી અંગે જવાબ આપવા જણાવ્યું હતું. જેના જવાબમાં ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે, બળજબરીપૂર્વક વ્યાજ માફી યોગ્ય નથી. આના કારણે બેન્કોની આર્થિક સ્થિરતા જોખમમાં મુકાઈ શકે છે.
સર્વોચ્ચ ન્યાયાલયએ જણાવ્યું કે, આ મામલે બે પાસા તરફ વિચારવું જોઈએ. પહેલા મોરટોરિયમ અવધિ દરમિયાન લોન પર વ્યાજ ન લેવું અને બીજુ વ્યાજ પર કોઈ વ્યાજ ન વસુલવું જોઈએ. આ પડકારજનક સમય છે. આ કપરા સમયમાં વ્યાજનો મુદ્દો ગંભીર છે. એક તરફ લોનના હપ્તા સ્થગિત કર્યા છે. જ્યારે બીજી તરફ લોન પર વ્યાજ લેવામાં આવી રહ્યું છે.