નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાને જાહેર સલામતી અધિનિયમ ( PSA ) હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જેથી ઉમર અબ્દુલ્લાની બહેને PSA કાયદાની અટકાયત કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અંતર્ગત જવાબમાં કોર્ટે જમ્મુ-કાશ્મીર વહીવટને નોટિસ ફટકારી છે.
સારા અબ્દુલ્લાની અરજી માટે હાજર રહેલા કપિલ સિબ્બલે કહ્યું હતું કે." મારી તરફથી કોઈ અરજી દાખલ કરવામાં આવી નથી. સિબ્બલે આગામી સપ્તાહે આ કેસની સૂચિની અપીલ કરી હતી. ત્યારે જસ્ટીસ મિશ્રાએ ના પાડી હતી અને 2 માર્ચ સુધીમાં મામલો સૂચિબદ્ધ કર્યો હતો. સિબ્બલે આ અંગે કહ્યું હતું કે, તે ફક્ત આ આ કેસમાં વિલંબનું કારણ બનશે, પણ વાત આઝાદીની વાત છે.
સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકાર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે સારાએ જણાવ્યું હતું કે, " તે એક હેબિયસ કોર્પસ હતું. અમને ટૂંક સમયમાં રાહત મળે તેવી આશા હતી પરંતુ અમને ન્યાય પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે. અમે સુપ્રીમ કોર્ટમાં આવ્યા છીએ કારણ કે, અમે ઇચ્છીએ છીએ કે કાશ્મીરના લોકોને ભારતના બધા નાગરિકો સમાન હક મળે.'