નવી દિલ્હીઃ RTIના કાયદામાં થતાં સુધારાને પડકારતી અરજી સુપ્રીમ કૉર્ટમાં દાખલ કરાઈ છે. આ અરજી પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે દાખલ કરી છે. જેના પર સુપ્રીમ કૉર્ટે નોટીસ બહાર પાડી છે.
નોંધનીય છે કે, 2005માં RTI કાયદો અમલમાં આવ્યો હતો. આ કાયદો સામાન્ય નાગરીકને તંત્ર સામે પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે. સાથે આ કાયદાનો દૂરપયોગ ન થાય તે માટે ચોક્કસ નિયમો પણ છે. જે અરજી કરનાર અને જવાબ આપનાર બંને પર લાગુ પડે છે. આ કાયદો નાગરિકને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે. તેની સામે પક્ષે જવાબ આપવા, ન આપવા બાબતે કેટલીક છૂટ પણ આપે છે. જેનો ઉપયોગ કરીને લોકો જવાબ આપવામાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. આમ, લોકો પોતાની મરજી પ્રમાણે કાયદાનો દૂરપયોગ કરી રહ્યાં છે. પરીણામે આ કાયદો દિવસેને દિવસે નબળો સાબિત થઈ રહ્યો છે. જેને લઈ સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.