નવી દિલ્હીઃ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ફાંસીમાં સજામાં મોડું થવાના કારણે સુપ્રીમ કોર્ટે મોતની સજા સાથે જોડાયેલા મામલા માટે ગાઇડ લાઇન તૈયાર કરી છે. જો સુપ્રીમ કોર્ટ કોઇપણ મોતની સજાની પુષ્ટિ કરે છે અને સુપ્રીમ કોર્ટ આ અપીલ પર સુનાવણીની સહમતિ આપે તો આવી સ્થિતિમાં 6 મહિના સુધીમાં ત્રણ જજોની ખંડપીઠ હેઠળ સુનાવણી સૂચિબદ્ધ રીતે ચાલશે. પછી ભલે અપીલ તૈયાર હોય કે ન હોય.
સુપ્રીમ કોર્ટે સાહસિક પગલું ભરતા મોતની સજાના મામલમાં અપીલની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે નિર્ણયની તારીખથી 6 મહિનાની અંદર સમય મર્યાદા નક્કી કરી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આવા મામલામાં જ્યાં સુપ્રીમ કોર્ટે મોતની સજાની પુષ્ટિ કરી છે અને કોર્ટે આ મામલો સુપ્રીમ કોર્ટની વિચારણા હેઠળ મુક્યો છે તો આવી ગુનાહિત અપીલને ત્રણ ન્યાયાધીશોની પીઠની સામે સુનાવણી માટે લાવવામાં આવશે.
જેમ સુપ્રીમ કોર્ટની મૃત્યુદંડની સજા સામે દોષી તરફથી એસએલપી દાખલ કરવામાં આવે છે, જેમાં એસએલપી દાખલ થતા જ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી તે ન્યાયલયને સંદેશો મોકલી કેસ સાથે જોડાયેલા પ્રમાણપત્ર અને મૂળ રેકોર્ડ 60 દિવસની અંદર સુપ્રીમ કોર્ટે મોકલવા માટે કહેશે, અથવા તો જે સમય સુપ્રીમ કોર્ટ નક્કી કરે તે અંતર્ગત રેકોર્ડ મોકલવા માટે કહેશે.