નિર્ભયાના આરોપીએની ટૂંક સમયમાં જ ફાંસીની સજા પર બુધવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. જસ્ટિસ એસએ બોબડે,જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર અરજી પર સુનાવણી કરશે.તેમના વકીલે દલીલ કરીને દયાની માગ કરી છે કે, દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદુષણ અને જળ પ્રદુષણના કારણે વાયુ ઓછી થઇ રહી છે.
ત્યારે નિર્ભયાની માતાના વકીલની દલીલ પણ બેંચ સાંભળશે. નિર્ભયાની માતાએ આ અરજીનો વિરોધ કર્યો છે. આગાઉ આ બાબતે કોર્ટે ત્રણ આરોપીઓ મુકેશ,પવન ગુપ્તા અને વિનય શર્માની પુનર્વિચાર અરજી ફગાવી હતી.