નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની બેંચે પીઆઈએલને ફગાવી દીધી હતી. જેમાં પીએમ કેયર્સ ફંડની માન્યતાને પડકારવામાં આવી હતી. સીજેઆઈએ નારાજગી સાથે કહ્યું કે આ સંપૂર્ણ ગેરસમજ છે અને આ અરજીને નકારવામાં આવી છે.
એડવોકેટ એમ.એલ. શર્માએ પીએમ કેયર્સ ફંડને "ભ્રષ્ટાચાર સિવાય કંઇ નહીં" ગણાવીને અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ પીએમ કેયર્સમાં પૈસા દાનમાં આપ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ અને વકીલોએ પણ ફંડમાં કરોડોની રકમ દાનમાં આપી છે.