નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખાનગી લેબમાં કોરોના વાઇરસની તપાસ મફતમાં કરાવવાની વ્યવસ્થા કરવા અંગે કહ્યું છે. કોરોના મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે ડૉક્ટરોને યોદ્ધા જણાવી તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવા અંગે પણ કહ્યું હતું.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટમાં જણાવ્યું કે, સરકાર આ મોર્ચા પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહીં છે. તેમણે કહ્યું કે, ડૉક્ટર કોરોના યોદ્ધા છે. તેમને પણ સુરક્ષા આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આમાંથી ઘણાને હોટેલોમાં રાખવામાં આવી રહ્યા છે.
અરજી દાખલ કરનારા શશાંક દેવ સુધીએ કહ્યું કે, કોર્ટે મારી અરજી પર સંમતિ આપી છે અને કેન્દ્ર સરકારને કોરોના વાઇરસની તપાસ મફતમાં કરાવવાની વ્યવસ્થા કરવા અંગે કહ્યું છે.
તેમણે કહ્યું કે, મારી જનહિત અરજી સકારાત્મક પરિણામ લાવી છે અને આ નિર્ણયથી લોકોને ફાયદો થશે.