મુંબઈ: દેવામાં ડૂબેલા અનિલ અંબાણી પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) બાકી લોનની વસૂલાત માટે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં (NCLT) દાવો માંડ્યો છે. SBI દ્વારા બેંકરપ્સી કાયદાની પર્સનલ ગેરંટીની કલમ હેઠળ અનિલ અંબાણી પાસેથી રૂપિયા 1200 કરોડથી વધુની રકમની લોનની વસૂલાત કરવા NCLTમાં દાવો કરવામાં આવ્યો છે.
NCLT દ્વારા કલમ 95(1) હેઠળ કેસ દાખલ કરાયો છે. જેના હેઠળ લોન આપનારી બેંક દેવાદાર અને લોનના ગેરંટર વિરૂધ્ધ દેવાળા માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે અરજ કરી શકે છે. SBI તરફથી આ આવેદન એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે લેણદાર બેંકોને ગ્રુપ કંપનીઓને વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે.