ETV Bharat / bharat

411 કરોડની લોન લઇ ડિફોલ્ટરો દેશમાંથી ભાગી ગયા, SBIએ કરી ફરિયાદ

CBIએ તાજેતરમાં પશ્ચિમ એશિયાના દેશો અને યુરોપિયન દેશોમાં બાસમતી ચોખાની નિકાસ કરતી કંપનીના ડિરેક્ટર નરેશકુમાર, સુરેશ કુમાર અને સંગીતાને સામે SBIએ ફરિયાદ નોંધાવી છે.

SBI
SBI
author img

By

Published : May 9, 2020, 3:46 PM IST

નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ની આગેવાનીવાળી 6 બેંકોના જોડાણ સાથે 411 કરોડ રૂપિયાની છેતરપિંડી બાદ રામ દેવ ઈન્ટરનેશનલના ત્રણ પ્રમોટરો દેશમાંથી છટકી ગયા છે. CBIએ તાજેતરમાં જ તેમની સામે કેસ નોંધ્યો છે.

અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, SBIએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે તે પહેલાં જ તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા.

CBIએ તાજેતરમાં પશ્ચિમ એશિયાના દેશો અને યુરોપિયન દેશોમાં બાસમતી ચોખાની નિકાસ કરતી કંપની અને તેના ડિરેક્ટર નરેશકુમાર, સુરેશ કુમાર અને સંગીતાને સામે SBIએ ફરિયાદ કેસ કર્યો હતો.

SBIનો આરોપ છે કે, આ લોકોએ તેમને 173 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. SBIએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કંપની પાસે ત્રણ રાઇસ મિલો, કરનાલ જિલ્લામાં આઠ સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ છે. કંપનીએ બિઝનેસ માટે સાઉદી અરેબિયા અને દુબઇમાં ઓફિસ પણ ખોલી છે.

SBI સિવાય જે બેંકો કંપનીને લોન આપે છે, તેમાં કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને કોર્પોરેશન બેન્કનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને કારણે લાગુ લોકડાઉનને કારણે હજૂ સુધી આ કેસમાં રેડ પાડવામાં આવી નથી. હવે તપાસ એજન્સી આ કેસમાં આરોપીઓને બોલાવવાની કાર્યવાહી શરૂ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.