ETV Bharat / bharat

કોરોના પર પીએમ મોદીએ કહ્યું- ડરો નહીં, સાવચેતી રાખો, જરૂર ન હોય તો વિદેશ યાત્રા ટાળો - કોરોના વાયરસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તમામ સુરક્ષા નક્કી કરવા માટે સાવધાનીના ભાગ રૂપે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે.

કોરોના પર પીએમ મોદીએ કર્યું,ડરો નહીં, સાવચેતી રાખો, જરૂર ન હોય તો વિદેશ યાત્રા ટાળો

author img

By

Published : Mar 12, 2020, 5:30 PM IST

નવી દિલ્હીઃ વિશ્વ બાદ ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 73 કેસ સામે આવી ચૂક્યા છે. કેરલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં ભર્યા છે.

વિદેશથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તો ભારત સરકારે ગઈકાલે વિદેશથી આવતા લોકોના વિઝા 15 એપ્રિલ સુધી રદ્દ કરવાનો પણ નિર્ણય લીધો હતો. હવે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમારા મંત્રીઓ પણ વિદેશ પ્રવાસ કરશે નહીં. તમે પણ જરૂર ન હોય તો વિદેશ પ્રવાસ કરવાનું ટાળજો.

  • Say No to Panic, Say Yes to Precautions.

    No Minister of the Central Government will travel abroad in the upcoming days. I urge our countrymen to also avoid non-essential travel.

    We can break the chain of spread and ensure safety of all by avoiding large gatherings.

    — Narendra Modi (@narendramodi) March 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The Government is fully vigilant about the situation due to COVID-19 Novel Coronavirus .

    Across ministries & states, multiple steps have been proactively taken to ensure safety of all.

    These steps are wide-ranging, from suspension of Visas to augmenting healthcare capacities.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તમામ સુરક્ષા નક્કી કરવા માટે સાવધાનીના ભાગ રૂપે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વિઝા રદ્દ કરવામાં આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને ગભરાશો નહીં, પરંતુ સાવચેતી જરૂર રાખો. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રી વિદેશ યાત્રાએ જઈ રહ્યાં નથી. હું મારા દેશવાસીઓને વિનંતી કરીશ કે જો જરૂરી ન હોય તો વિદેશ યાત્રા ન કરો. પીએમ મોદીએ કહ્યું કે, આપણે સભાઓમાં જતાં બચવું જોઈએ. આ રીતે આપણે કોરોનાને ફેલાતો રોકી શકીએ છીએ.

ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને લોકસભામાં આ વિશે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર સતત દરેક રાજ્ય સરકારના સંપર્કમાં છે અને દરરોજ વિસ્તૃત રિપોર્ટની આપ-લે કરી રહી છે. આ સિવાય ભારત સરકાર તરફથી વિદેશમાં ભારતીયોને લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.