સાઉદી અરેબિયાએ ટૂરીસ્ટ વીઝાની જાહેરાત કરીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો ધ્યેય 2030 અંતર્ગત પર્યટનને મોટા પાયે પ્રોત્સાહન આપવામાં આવશે.
સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા તેલના ઉત્પાદન પર નિર્ભર કરે છે. તેને ઘટાડવામાં માટે આ પર્યટન વીઝાની યોજના લાગું કરવામાં આવી છે. દેશને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી આ યોજનાની અમલવારી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. શનિવારના રોજ સાઉદી અરેબિયા 49 દેશના નાગરીકો માટે ઓનલાઈન પર્યટક વીઝાની અરજી માટે ખુલ્લું મૂકશે.
આ અંગે વાત કરતાં પર્યટક પ્રમુખ અહમદ અલ-ખતીબે જણાવ્યું હતું કે, "સાઉદી અરેબિયાને આંતરાષ્ટ્રીય પર્યટકો માટે ખુલ્લું મૂકવું એ અમારા દેશ માટે ઐતિહાસિક નિર્ણય છે. પર્યટકોને યૂનેસ્કોની પાંચ વિશ્વ વિરાસતોના સ્થળ, એક જીવંત સ્થાનીય સંસ્કૃતિ અને લુભામણી પાકૃતિક સુંદરતા જોઈને આશ્ચર્ય થશે."
મહિલાઓના ડ્રેસ કોડ અંગે વાત કરતાં ખતીબે જણાવ્યું હતું કે, અમે મહિલાઓ માટે ડ્રેસ કોડ સરળ કરીશું. મહિલાઓને એક ચોક્કસ પરિધાન વગર ફરવાની પરવાની આપવામાં આવશે. જો કે, સાઉદી મહિલાઓ માટે સાર્વજનિક પરિધાન જ રહેશે.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું મિશન 2030...
હાલમાં જ રાજકુમાર મોહમ્મદ ઉદારીકરણ અભિયાનના માધ્યમમાં પરિવર્તન લાવવા માગે છે. જેથી સિનેમા, સંગીત સહિતના રમત-ગમતના ક્ષેત્રોમાં સાઉદી અરેબિયાને લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 14 સપ્ટેમ્બરના રોજ તેલના વિશાળ ઉત્પાદિત ભંડારો પર હુમલો થયા બાદ આંતરીક સંઘર્ષને પર્યટકોની સંખ્યામાં ઘટાડો કરી શકે છે.
તેલની કિંમતોથી મુશ્કેલીમાં અરેબિયા...
- તેલના ઓછા ભાવથી મુશ્કેલીમાં મુકાયેલી સરકારે જણાવ્યું હતું કે, 2030માં પર્યટનને 10 ટકા યોગદાન મળશે. હાલ, 3 ટકા યોગદાન છે.
- 2030માં આશરે સ્થાનિક અને વિદેશી પર્યટકો સહિત 100 મિલિયન પર્યટકોને આકર્ષિત કરવાનો લક્ષ્ય છે.
- આ અંગે સરકારે જણાવ્યું હતું કે, આ યોજનાથી પર્યટક ક્ષેત્રમાં રોજગારી ઉભી થશે, અને દેશમાં વધતી બેરોજગારીમાં ઘટાડો થશે.
- 2017માં શાસનમાં લાલ સાગર પર 50 દ્વીપો અને અન્ય પ્રાચીન સ્થળોને લક્ઝરી રિસૉટમાં ફેરવવા માટે અરબો ડૉલરોની યોજનાની જાહેરાત કરાઈ છે.