ETV Bharat / bharat

સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને લખ્યો પત્ર, કહ્યું- પાડોશી રાજ્યોના થર્મલ પાવર સ્ટેશન બંધ કરો - પ્રદૂષણ

દિલ્હીમાં વધતા પ્રદૂષણ સાથે દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે, પાડોશી રાજ્યોમાં જે થર્મલ પાવર સ્ટેશન ચાલી રહ્યા છે, તેમને બંધ કરવા જોઈએ. આ અંગે દિલ્હીના ઉર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર. કે. સિંહને પત્ર લખ્યો છે.

સત્યેન્દ્ર જૈન
સત્યેન્દ્ર જૈન
author img

By

Published : Oct 14, 2020, 8:32 PM IST

Updated : Oct 14, 2020, 8:41 PM IST

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો થવા લાગ્યો છે. પ્રદૂષણ હવે ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે અને આ સાથે જ પ્રદુષણના કારણોને લઇને આરોપ-પ્રત્યારોપનું રાજકારણ શરૂ થયું છે. દિલ્હીના ઉર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને કેન્દ્રીય ઉર્જા રાજ્ય પ્રધાન આર. કે. સિંહને પત્ર લખ્યો છે. સત્યેન્દ્ર જૈને આ પત્ર દ્વારા માગ કરી છે કે, દિલ્હીના પાડોશી રાજ્યોમાં જે થર્મલ પાવર સ્ટેશન ચાલી રહ્યાં છે, તેને બંધ કરવા જોઈએ.

દિલ્હીમાં નથી એક પણ થર્મલ સ્ટેશન

દિલ્હી સચિવાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હી અને દિલ્હીની આજુ-બાજુના પ્રદર્શનમાં આ થર્મલ પાવર સ્ટેશનનું મોટું યોગદાન છે. તેમને જણાવ્યું કે, 2015માં આને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેની સમયમર્યાદા વધારીને 2019 કરી દેવામાં આવી હતી, પરંતુ હજૂ પણ પાડોશી રાજ્યોમાં થર્મલ પાવર સ્ટેશન ચાલુ છે. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં એક પણ થર્મલ પાવર સ્ટેશન નથી.

કેન્દ્રનો સહયોગ મળતો નથી

સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીના થર્મલ પાવર સ્ટેશનને અમે અગાઉ જ બંધ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે, આઈપી થર્મલ પાવર સ્ટેશન 2009માં બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે રાજઘાટ થર્મલ પાવર સ્ટેશનને પણ 2012માં બંધ કરવામાં આવ્યું હતું. દિલ્હી સરકાર દિલ્હીમાં ઉદભવતા પ્રદૂષણને ઘટાડવા સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ કેન્દ્રનો સહયોગ મળતો નથી.

પ્રદૂષણ થશેઓ છું

સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, અમારા ઘણા પ્રયાસો કરવા છતાં કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય નથી લઈ રહી. તેમને કહ્યું કે, અમે દાદરી પાવર પ્લાન્ટ બંધ કરવા માટે અગાઉ જ પત્ર લખી ચૂક્યા છીંએ. હવે તે થર્મલ પાવર પ્લાન્ટના 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, પરંતુ ચર્ચા ચાલે છે કે તેને હજૂ પણ ચલાવવામાં આવશે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આ થર્મલ પાવર સ્ટેશન બંધ થયા પર દિલ્હીમાં વીજ પુરવઠો કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે, પરંતુ દિલ્હીનું પ્રદૂષણ ઘટશે.

Last Updated : Oct 14, 2020, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.