દિલ્હીઃ થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોનાથી જોડાયેલા આંકડાઓ સાર્વજનિક કરીને કહ્યું હતું કે, ચિંતાની કોઈ વાત નથી. પરંતુ તાજેતરમાં દિલ્હીના સ્વાસ્થ્યપ્રધાને જે આંકડા જાહેર કર્યાં છે, તે દિલ્હી માટે ખરેખર ચિંતાનો વિષય બની શકે છે.
- દિલ્હીમાં કોરોનાના 120 પોઝિટીવ કેસ
સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આજે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, 'અત્યારે દિલ્હીમાં કોરોનાના 120 પોઝિટીવ કેસ છે. એક દર્દી વેંટિલેટર ઉપર છે'. સત્યેન્દ્ર જૈને મરકઝનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, 'કોરોના વિરુદ્ધ લડવા માટે સરકાર તૈયાર છે, પરંતુ મરકઝની ઘટનાએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે'.
- 3-4 એપ્રિલ સુધી 2000 બેડ
દિલ્હી સરકારની તૈયારીઓ વિશે વાત કરતાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, 'દિલ્હીની બધી હોસ્પિટલને ગણતાં કુલ 2000 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. આ બેડ 31 એપ્રિલ સુધી તૈયાર થવાના હતાં, પરંતુ હવે આ બેડ 3-4 એપ્રિલ સુધી તૈયાર થશે'. દિલ્હી સરકારે કોરોના વાઈરસ માટે પાંચ હોસ્પિટલની વ્યવસ્થા કરી છે.