નવી દિલ્હી: તબલીઘી જમાત સાથે સંકળાયેલા લોકો કે, જેમણે પોતાનો ક્વોરેન્ટાઇનનો સમયગાળો પૂરો કર્યો છે. તેમજ જેમના તાજેતરના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેઓ તેમના વતન જઇ શકે છે. આ કાર્યવાહી અંગે મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યુ હતુ કે જેમના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવમાંથી નેગેટિવ થઇ ચૂક્યા છે તેમને ઘરે મોકલી દેવા જોઇએ. જો પોલીસે કોઇના વિરુદ્ધ પગલા ભરવા હોય તો તે ભરી શકે છે.
માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં મોટી સંખ્યામાં તબલીઘી જમાત સાથે સંકળાયેલા લોકોને કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાંથી મોટા ભાગના લોકો હવે જ ચેપમુક્ત બની ચુક્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તેમને પહેલેથી જ છોડી દેવા જોઇતા હતા. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને આ સવાલના જવાબમાં કહ્યું કે 3 મેથી સંપૂર્ણ લોકડાઉન હતું અને તે સમયે કોઈ હિલચાલને મંજૂરી નહોતી.
આ મામલે અન્ય રાજ્યોની સરકાર દ્વારા વાતચીત ચાલી રહી છે. તેમજ જમાતના લોકોની વિગતવાર સૂચિ પણ તેમને મોકલવામાં આવી છે.