નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પાર્ટી કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડશે. જેથી દિલ્હીનું વાતાવરણ બગાડવા માટે ભાજપ ષડયંત્ર રચી શકે છે.
ચૂંટણી પહેલાં ભાજપ હિંસા કરી શકે છે
સંજય સિંહે આરોપ લગાવ્યો કે, અમિત શાહના કહેવા પર ભાજપ ચૂંટણી અગાઉ હિંસા કરી શકે છે. કારણ કે, ભાજપના નેતાઓ ભડકાવ નિવેદન આપી રહ્યા છે અને ટોચના નેતાઓ તેમના પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. જેથી ભાજપ ચૂંટણી પહેલાં જામિયા વિસ્તાર અને શાહીન બાગમાં હિંસા કરી શકે છે.
સોશિયલ મીડિયામાં મેસેજ ફેલાવવામાં આવે છે
સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે. જેમાં 2 ફેબ્રુઆરીએ હિંસા કરીને ચૂંટણી સ્થગિત કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે, ભાજપ જાણે છે કે, તે આ વખતે પણ ચૂંટણીમાં હારવાની છે.