નવી દિલ્હી: મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓના મોબ લિંચિંગ મામલે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ટ્વિટ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે બે સાધુઓની નિર્દય હત્યાએ માનવતા પર કલંક છે. હિંસક ટોળાએ બે સાધુઓ સહિત ત્રણ લોકોની અફવાહના કારણે હત્યા કરી હતી. જયારે સાધુ તેમના સાથીની અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થવા ગુજરાત જતા હતા.ખૂની હેવાનો પર કડક કાર્યવાહી થવી જોઇએ.
ઉલ્લેખનીય છે, કે મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓની મોબ લિંચિંગના કેસમાં 101 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને સાધુઓ તેમના ગુરુની અંતિમ વિધિ માટે મુંબઇથી સુરત જઈ રહ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે પોલીસે તેમને હાઈવે પર જતા અટકાવ્યા હતા. ત્યારબાદ ઇકો કારમાં બેઠેલા સાધુઓ ગ્રામીણ વિસ્તાર તરફ વળ્યા હતા. જ્યાં મોબ લિંચિંગનો શિકાર બની ગયા. પોલીસના જણાવ્યા અનુસાર સાધુ અને ડ્રાઈવર અફવાનો ભોગ બન્યા હતા. ટોળાએ ચોર સમજીને સાધુઓની ગાડી રોકી હતી.