સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેજીએ કહ્યું હતું કે, અમારી પાસે અન્ય વિકલ્પો પણ તૈયાર છે. પણ અમે તે વિકલ્પોને સ્વિકારવાનું પાપ નહીં કરીએ. શિવસેનાએ હંમેશા સચ્ચાઈની રાજનીતિ કરી છે. અમે સત્તાના ભૂખ્યા નથી.
સંજ્ય રાઉતને જ્યારે પૂછવામાં આવ્યું કે, ગઠબંધન તો ચૂંટણી પૂર્વે થયું હોવા છતાં હજુ સુધી સરકાર બનતી નથી. ત્યારે આ વાતના જવાબમાં સંજય રાઉતે જણાવ્યું હતું કે, અહીં કોઈ દુષ્યંત નથી, કે જેના પિતા જેલમાં હોય. અહીં અમે ધર્મ અને સત્યની રાજનીતિ કરીએ છીએ. શરદ પવારે તો ભાજપ અને કોંગ્રેસ વિરોધી પ્રચાર કર્યો છે, તેથી તેઓ ક્યારેય તેમની સાથે નહીં જાય.
સંજય રાઉતે આગળ જણાવ્યું હતું કે, લોકતંત્રમાં કોઈ પણ વ્યક્તિ અલગ અલગ વિકલ્પો પસંદ કરી શકે છે. અમે ગઠબંધનની નૈતિકતાનું પાલન કરી રહ્યા છીએ. જો કોઈ તેનું પાલન કરવા નથી માગતો તો, રાજ્યની જનતા તેમને જવાબ આપશે. અમારી પાસે અન્ય વિકલ્પો પણ તૈયાર છે. પણ અમે તેને સ્વિકાર નહીં કરીએ. આ પાપ છે. શિવસેનાએ હંમેશા સચ્ચાઈની રાજનીતિ કરી છે.