મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને બેઠકો શરૂ થઇ ગઇ છે. મુંબઇમાં NCPની કોર કમિટીની બેઠક શરૂ થઇ ગઇ છે તો આ સાથે જ શિવસેનાના ધારાસભ્યોની બેઠક કરી રહી છે. બીજી બાજૂ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ શરૂ થઇ ગઇ છે. તમામ નેતાઓ આ બેઠકમાં પહોંચી રહ્યા છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહારાષ્ટ્રને લઇ ચર્ચા થઇ શકે છે. જયપુરમાં ધારાસભ્યો સાથે બેઠક કરવા બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન પણ પહોંચ્યા હતા.