વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, મારુ સૌભાગ્ય છે કે આ વખતે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે હું વીરપુરૂષોની ઘાટી અને બાબા બાગેશ્વર નાથના સાનિધ્યમાં સભા સંબોધી રહ્યો છું.
ઝારખંડમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચુક્યુ છે અને બધા તબક્કામાં શાંતિપુર્ણ મતદાન થયું છે.
આઝાદી બાદ સાહિબગંજ જિલ્લામાં ગંગાપુલના નિર્માણની માગ થઈ છે. જે બિહાર અને ઝારખંડ અલગ થયા બાદ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. ત્યારબાદ સામાજિક સંસ્થાઓએ પણ આ પુલના નિર્માણ કાર્યની માગને લઈ પ્રદર્શન કર્યુ હતું.
આ ઘટના બાદ 6 એપ્રિલ 2017માં વડાપ્રધાન મોદીએ આ પુલનું શિલાન્યાસ કર્યુ હતું. ત્યારબાદ પુલનું કાર્ય વહેલી તકે પુરૂ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ પુલનું કામ શરૂ થયું નથી. જેના કારણે વડાપ્રધાને કરેલા ઠાલા વચનને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.