લખનઉ: સાધ્વી ઋતંભરા સહિતના આરોપીઓ વતી સીબીઆઈની વિશેષ અદાલતમાં હિમાયત કરી રહેલા વરિષ્ઠ વકીલ કે.કે.મિશ્રાએ સોમવારે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, સાધ્વી ઋતંભરાને સોમવારના રોજ રજૂ કરવામાં આવશે અને સીઆરપીસીની કલમ 313 હેઠળ તેમને 1000થી વધુ પ્રશ્નો CBI દ્વારા પૂછવામાં આવશે. નોંધનીય છે કે, પહેલા પણ સીબીઆઈ વિશેષ અદાલતમાં ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયાર સહિત અનેક આરોપીઓ સાથે સવાલ જવાબ કરવામાં આવ્યા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, સાધ્વી ઉમા ભારતી, પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ અને અન્ય ઘણા આરોપીઓ હજી આ સમગ્ર મામલામાં હાજર થવાના બાકી છે. લાલકૃષ્ણ અડવાણી સહિતના આરોપીઓ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં વય અને સુરક્ષા સ્વાસ્થયને કારણે આ લોકો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થશે. પરંતુ તેની પણ વ્યવસ્થા થઈ શકી ન હતી.
સીબીઆઈની વિશેષ અદાલતમાં બચાવપક્ષના વરિષ્ઠ વકીલ કે.કે. મિશ્રાએ કહ્યું કે, મંગળવારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીને રજૂ કરવામાં આવશે. આ પછી, બાકી રહેલા અન્ય આરોપીઓને ધીરે-ધીરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.