ETV Bharat / bharat

સદ્ભાવના દિવસ 2020, “રાજીવ ગાંધીની 76મી જન્મજયંતિ” - સદ્ભાવના દિવસ 2020

“ભારત એક પ્રાચીન અને જૂનો દેશ છે, પરંતુ આપણો દેશ યુવા રાષ્ટ્ર છે; અને દરેક યુવાનની જેમ, આપણે અધીરા છીએ. હું યુવાન છું અને મારાં પણ સપનાઓ છે. મારું સ્વપ્ન છે કે ભારત દેશ મજબૂત, સ્વતંત્ર, આત્મનિર્ભર બને અને માનવજાતની સેવામાં આપણો દેશ વિશ્વના દેશોની હરોળમાં સૌથી આગળ હોય.”- રાજીવ ગાંધી.

Sadbhavana Diwas 2020
સદ્ભાવના દિવસ 2020, “રાજીવ ગાંધીની 76મી જન્મજયંતિ”
author img

By

Published : Aug 20, 2020, 6:00 AM IST

ન્યૂઝ ડેસ્કઃ “ભારત એક પ્રાચીન અને જૂનો દેશ છે, પરંતુ આપણો દેશ યુવા રાષ્ટ્ર છે; અને દરેક યુવાનની જેમ, આપણે અધીરા છીએ. હું યુવાન છું અને મારાં પણ સપનાઓ છે. મારું સ્વપ્ન છે કે ભારત દેશ મજબૂત, સ્વતંત્ર, આત્મનિર્ભર બને અને માનવજાતની સેવામાં આપણો દેશ વિશ્વના દેશોની હરોળમાં સૌથી આગળ હોય.”- રાજીવ ગાંધી.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સદભાવના દિવસ દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના તમામ ધર્મોના લોકોમાં રાષ્ટ્રીય એકતા, શાંતિ, સ્નેહ અને સાંપ્રદાયિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિક સમાન છે.

સદ્ભાવના દિવસ વિશે:

આ દિવસે નજીકના પરિવારના સભ્યો, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ સભ્યો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને વીર ભૂમિ પર પુષ્પમાળા આપીને શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે કે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દિવસ ભારતના તમામ ધર્મોના લોકોમાં રાષ્ટ્રીય એકતા, શાંતિ, સ્નેહ અને સાંપ્રદાયિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. સદ્ભાવના દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, તમામ ધર્મ અને ભાષાઓના લોકોમાં સાંપ્રદાયિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે.

રાજીવ ગાંધી વિશે:

  • રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન હતા. તેઓ 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા હતા. ભારતના પહેલા વડાપ્રધાન, જવાહરલાલ નહેરુ કે જે તેમના દાદા હતા.
  • ઈન્દિરા ગાંધી તેમની માતા હતી, જે ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. તેમણે 1984-89 સુધી સેવા આપી હતી.
  • તેમણે રાષ્ટ્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે ભારતમાં ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમોને આધુનિક બનાવવા અને વિસ્તૃત કરવા માટે 1986માં શિક્ષણ પર રાષ્ટ્રીય નીતિની જાહેરાત કરી.
  • તેમણે સમાજના ગ્રામીણ વર્ગના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર આધારિત સંસ્થા "જવાહર નવોદય વિદ્યાલય"યોજનાની સ્થાપના 1986માં કરી હતી. જેમાં તેઓ ધોરણ-6થી ધોરણ-12ના વર્ગ સુધી નિઃશુલ્ક રહેણાંક શિક્ષણ આપવાની રચના કરી હતી.
  • તેમણે ગ્રામીણ વિસ્તારોમાં ટેલિફોન ઉપલબ્ધ કરાવવા માટે પબ્લિક કોલ ઓફિસ (PCO)ની પણ રચના કરી.

રાજીવ ગાંધી વિશેના 10 રસપ્રદ તથ્યો:

  • તેમના દાદા કમલા નહેરુને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમને રાજીવ તરીકે નામ આપવામાં આવ્યું હતું. 'કમલા' શબ્દ દેવી લક્ષ્મીનો ઉલ્લેખ કરે છે અને 'રાજીવ' કમળ માટેનો બીજો શબ્દ છે, જેનો ઉપયોગ દેવતાની પૂજા માટે કરવામાં આવે છે.
  • તેઓ ફ્લાઇંગ ક્લબના સભ્ય હતા. જ્યાં તેણેમ સિવિલ એવિએશનની તાલીમ લીધી હતી.
  • 1970માં તેઓ એર ઇન્ડિયામાં જોડાયા અને 1980માં રાજકારણમાં આવ્યા ત્યાં સુધી ત્યાં કામ કર્યું હતું.
  • તેમને કમ્પ્યુટર અને ગેજેટ્સ ખૂબ ગમતા હતા. વડાપ્રધાન તરીકે તેમણે દેશની અંદર ડિજિટાઇઝેશનની પ્રગતિ પર ભાર મૂક્યો હતો.
  • તેઓ 1981માં કોંગ્રેસ યુથ વિંગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
  • તેઓ દેશના સૌથી યુવા વડાપ્રધાન ગણવામાં આવે છે. તેમણે 40 વર્ષની યુવાન વયે આ પદ સંભાળ્યું હતું.
  • તેમના નેતૃત્વ હેઠળ જ કોંગ્રેસે લોકસભામાં સૌથી મોટો બહુમત મેળવ્યો હતો. જેમાં, 542માંથી 411 બેઠક મેળવી હતી.
  • ભ્રષ્ટાચાર સામેની તેમની લડતના કારણે તેમને મિસ્ટર ક્લિન નામ આપવામાં આવ્યું હતું.
  • મે 1991માં, તેમણે તમિલનાડુના શ્રીપેરંબુદુર ખાતે ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવવા માટે ઓચિંતા રોકાયા હતા.
  • પુષ્પમાળા સમારોહ દરમિયાન તેમની શ્રીલંકાના અલગાવવાદી સંગઠન LTTE દ્વારા હત્યા કરવામાં આવી હતી.

રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્ભાવના એવોર્ડ:

1992માં, પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની યાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિ દ્વારા રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે આ એવોર્ડ તેમને આપવામાં આવે છે, જેમણે સામાજિક સંવાદિતાને સમજવામાં અને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આ એવોર્ડમાં 10 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપવામાં આવે છે.

રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના એવોર્ડ મેળવનારા છે: જગન નાથ કૌલ, લતા મંગેશકર, સુનીલ દત્ત, કપિલા વાત્સ્યાનન, એસ.એન.સુબ્બા રાવ, સ્વામી અગ્નિવેશ, નિર્મલા દેશપાંડે, હેમ દત્તા, એન.રાધાકૃષ્ણન, ગૌતમ ભાઈ, વહિદુદ્દીન ખાન, SPIC મૈકા, ડી.આર. મહેતા, અમજદ અલી ખાન, મુઝફ્ફર અલી, શુભા મુદગલ, મોહમ્મદ અઝહરુદ્દીન, એમ.ગોપાલા ક્રિષ્ના, ગોપાલકૃષ્ણ ગાંધી.

સદ્ભાવના દિવસ પ્રતિજ્ઞાઃ

“હું આ ગૌરવપૂર્ણ પ્રતિજ્ઞા લઉ છું કે, હું જાતિ, ક્ષેત્ર, ધર્મ અથવા ભાષાને ધ્યાનમાં લીધા વિના ભારતના તમામ લોકોની ભાવનાત્મક એકતા અને સુમેળતા માટે કામ કરીશ. હું વધુમાં પ્રતિજ્ઞા કરું છું કે, હું હિંસાનો આશરો લીધા વિના સંવાદ અને બંધારણીય માધ્યમથી તમામ મતભેદોનો ઉકેલ લાવીશ.”

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.