મ્યુનિખ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કર્યા પછી, વૈશ્વિક મંચોમાં પર પાકિસ્તાને આ મુદ્દો અનેક વખત ઉઠાવ્યો છે. આ વખતે મ્યુનિખની સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જ્યાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમના હાજરજવાબી અંદાજમાં જવાબ આપી આ અંગે સવાલ કરવાવાળાનું મો બંધ કરી દીધુ હતું. પેનલ ચર્ચા દરમિયાન, અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, લોકશાહીમાં કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટેનો સારો લોકશાહીમાં હશે.
અમેરિકન સેનેટર ગ્રહમે જણાવ્યું કે, ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. તમારા દેશમાં પણ એ જ મુશ્કેલી છે, જે અમારા દેશમાં છે. તમે હંમેશા લોકશાહી રીતે દરેક સમસ્યાનું સમાધાન કર્યું છે. અને કાશ્મીરનો મુદ્દો પણ લોકશાહી રીતે હલ કરવો જોઈએ. જો તમે આ વિચારનો અમલ કરો, તો મને લાગે છે, કે લોકશાહી ચલાવવાની આ યોગ્ય રીત હશે.
આ વાતનો તાત્કાલિક જવાબ આપતા વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, ચિંતા કરશો નહીં, સેનેટર. લોકશાહી એવું જ કરશે, અને તમે જાણો છો કે, લોકશાહી કોણ છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને દરેક મંચ પર ઉઠાવી મધ્યસ્થતા કરવાની વિનંતિ પણ કરી રહ્યું છે.