બેંગ્લુરુ: RSSના વરિષ્ઠ કાર્યકતા સુરેશ જોશીએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, મહામારી કોવિડ-19ની ગંભીરતા તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલી સલાહને ધ્યાનમાં રાખીને બેંગ્લુરૂમાં થનારી એબીપીએસ બેઠકને સ્થગિત કરવામાં આવી છે.
![rss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6406101_hhh.jpg)
તેઓએ RSS કાર્યકર્તાઓને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વહીવટને સહકાર આપવા તેમજ આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરવા જણાવ્યું હતું. ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડા, અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, એબીવીપી અને ભારતીય મઝદૂર સંઘ જેવા 35 સંગઠનોના રાજ્યના અન્ય કાર્યકરો પણ આ બેઠકમાં હાજર રહેવાના હતાં.