દિલ્હીની સ્પેશિયલ કોર્ટે પી.ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમને એરસેલ-મેક્સિસ મામલે ED અને CBI બંને કેસોમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. INX મીડિયા કેસમાં કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી છે
સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચારના મુદ્દે કસ્ટડીમાં પૂછપરછ માટે કોર્ટ દ્વારા જાહેર કરાયેલા રિમાન્ડને પણ પડકારી છે. ચિદમ્બરમની કસ્ટડી આજે પૂર્ણ થઈ હતી. જેમાં CBIની વિશેષ અદાલતે ચિદમ્બરમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. કોર્ટે કહ્યું છે કે, ચિદમ્બરમ 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમની 21 ઓગસ્ટની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને CBI વિશેષ ન્યાયાલયના આદેશથી તેઓ 15 દિવસથી કસ્ટડીમાં છે.