નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યું કે, એકીકૃત યુદ્ધ સમૂહોનો (આઇબીજી) વ્યાપક પરીક્ષણ પુરૂ કરી લીધું છે, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે તેની તૈનાતી મોડી થઇ છે. સેનાએ ખાસ તો ચીન અને પાકિસ્તાનની સીમારેખાઓ પર પોતાની યુદ્ધ ક્ષમતામાં સુધારો કરી સેના, તોપ, ઉડ્ડયન સંરક્ષણ ઉપકરણ, ટેંક અને એકમોને મળીને આઇબીજી તૈયાર કરવાની યોજના બનાવી હતી.
સેના પ્રમુખે કહ્યું કે, 'મહામારી ફેલાવાના કારણે અને મહત્વપૂર્ણ સંસાધનોને રોકવાના પ્રયાસોના કારણે આઇબીજીના સંચાલનમાં મોડુ થયુ છે. વધુમાં કહ્યું કે, 'હું તમને ખાતરી આપું છું કે અમે સમય મર્યાદામાં રહીને આઈબીજી તૈનાત કરવાનું શરૂ કરીશું, કારણ કે ગ્રાઉન્ડ વર્ક કરવામાં આવ્યું છે અને મહામારીનો પ્રકોપ શરૂ થયા પહેલા સઘન પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.
સેના પ્રમુખે વધુમાં કહ્યું કે, કોવિડ -19ને કારણે સંરક્ષણ ઉત્પાદન અને ખરીદની પ્રક્રિયામાં કેટલીક અડચણો આવી શકે છે, પરંતુ આ એક અસ્થાયી તબક્કો હશે.