ETV Bharat / bharat

છત્તીસગઢની દારૂની દુકાનમાંથી લોકર તોડી 10 લાખ રૂપિયાની લૂંટ - છત્તીસગઢની દારૂની દુકાનમાંથી 10 લાખ રૂપિયાની લૂંટ

છત્તીસગઢના આરંગ જિલ્લામાં આવેલા ગુલ્લુ ગામ પાસે દારૂની દુકાનમાંથી 10 લાખ રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

છત્તીસગઢની દારૂની દુકાનમાંથી લોકર તોડી 10 લાખ રૂપિયાની લૂંટ

author img

By

Published : Aug 13, 2020, 4:27 PM IST

છત્તીસગઢ: છત્તીસગઢના આરંગ જિલ્લામાં આવેલા ગુલ્લુ ગામની વિદેશી દારૂની દુકાનના વોચમેન સાથે મારપીટ કરી ત્રણ ઈસમોએ દુકાનનું લોકર તોડી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.

આ ઘટનામાં સુરક્ષાકર્મીઓને ઘણી ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાત્રે આશરે 3 થી 4 વાગ્યાના સુમારે ત્રણ ઈસમો દુકાનમાં ધસી આવ્યા હતા. દુકાનમાં બે ગાર્ડ સૂઇ રહ્યા હતા, તેમની સાથે મારપીટ કરી આ શખ્સો લોકરમાં રાખેલી રોકડ લઈ પલાયન થઇ ગયા હતા.

ચોંકાવનારી વાત એ છે કે આ દુકાન ગામથી 2 કિમી દૂર સૂમસામ વિસ્તારમાં આવેલી છે અને આ વિસ્તારમાં ગુનાખોરીનું જોખમ હોવા છતાં પણ દુકાનમાલિકે 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ લોકરમાં રાખી હતી.

આ મામલે પોલીસને જાણ કરતા તેમણે દુકાનના કર્મચારીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.