આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતી બાલાજી મંદિરમાં રવિવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 1.11 કરોડ રુપિયાનું દાન કરવામાં આવ્યું હતું. આ દાન પર્વત પર આવેલા પ્રસિધ્ધ તિરૂમાલા દેવસ્થાનમાં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ (ટી.ટી.ડી.) સ્ટ્રસ્ટને જિંદગી સામે જોખમ ઉત્પન્ન કરતા રોગોથી પિડાતા ગરીબ લોકોની મદદ કરવા માટે આપવામાં આવ્યું છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર પી.એમ.એસ. પ્રસાદે કંપનીના પ્રતિનિધિ તરીકે દેવસ્થાનમાં પૂજાપાઠ કર્યા બાદ આ રકમનો ડીમાન્ડ ડ્રાફ્ટ ટી.ટી.ડી.ના જોઇન્ટ એક્ઝેક્યુટીવ ઓફિસરને આપ્યો હતો.
આ દાનનો ઉપયોગ મંદિર દ્વારા સંચાલિત સુપર સ્પેશ્યાલિટી હૉસ્પીટલમાં નિઃશુલ્ક મેડિકલ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું કે RIL એ ગયા સપ્ટેમ્બરમાં પણ આ જ હેતુ માટે 1.11 કરોડ રુપિયાનું દાન કર્યું હતું.