ETV Bharat / bharat

પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણએ કોરોનિલ દવા વિશે કહી આ વાત... - પતંજલિ યોગપીઠનું ઇમ્યૂનિટી બૂસ્ટર

કોરોનાની દવા બનાવવાનો દાવો કરનારી પતંજલિ યોગપીઠ પોતાના દાવાથી પલટી ગઈ છે. યોગપીઠના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ સ્પષ્ટ કરી દીધું છે કે કોરોનિલ માત્ર એક ઇમ્યૂનિટી બૂસ્ટર છે.

પતંજલિ યોગપીઠ
પતંજલિ યોગપીઠ
author img

By

Published : Jun 30, 2020, 4:53 PM IST

હરિદ્વાર: આયુષ વિભાગ દ્વારા પતંજલિની દિવ્ય ફાર્મસીને મોકલવામાં આવેલી નોટિસ બાદ હવે પતંજલિ યોગપીઠે પોતાનું નિવેદન આપ્યું છે. પતંજલિ યોગપીઠના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણે કહ્યું છે કે, ઔષધિના લેબલ પર કોઈ ગેરકાયદેસર દાવા કરવામાં આવ્યા નથી. તેઓએ કહ્યું કે, ઇમ્યૂનિટી બુસ્ટરનું લાઇસન્સ લેવામાં આવ્યું હતું અને તે કોરોનિલ ગોળીઓ, શ્વસારી વટી અને અણુ તેલ ઇમ્યૂનિટી બુસ્ટર્સનું કામ કરે છે.

દિવ્ય ફાર્મસીએ મંગળવારે કોરોના દવા બનાવવાનો દાવો કર્યો હતો. જેના પર આયુષ મંત્રાલયે ધ્યાન આપતા પતંજલિને નોટિસ મોકલી દવાના વિજ્ઞાપન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ આ સાથે સંબંધિત દસ્તાવેજો પણ મંગાવ્યા હતા.બુધવારે ઉત્તરાખંડ આયુષ વિભાગે દિવ્ય ફાર્મસીને નોટિસ મોકલી હતી અને ફાર્મસીને તાત્કાલિક કોરોના કીટના પ્રચારને અટકાવવા અને લેબલમાં ફેરફાર કરવા આદેશ આપ્યા હતા. તેમને સાત દિવસની અંદર નોટિસનો જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. આયુષ વિભાગે કહ્યું કે પતંજલિને ઇમ્યુનિટી બૂસ્ટર બનાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું.

આયુષ વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ પર, યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું હતું કે, સરકાર દ્વારા દિવ્ય ફાર્મસીને આપવામાં આવેલી નોટિસનો આધાર શું છે, જો આધાર લેબલ છે, તો પતંજલિના લેબલ પર ખોટો દાવો નથી. બાલકૃષ્ણે કહ્યું કે પતંજલિની દવા ઇન્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. કોરોનાના ઘણા દર્દીઓ ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ દવાના ઉપયોગથી દર્દીઓ સ્વસ્થ્ય થયા છે અને પતંજલિએ ઇમ્યૂનિટી બૂસ્ટરનું લાઇસેન્સ લીધું છે.

બાલકૃષ્ણનું કહેવું છે કે તેમની સામે કાવતરું રચવામાં આવ્યું છે. જો આયુષ મંત્રાલય કહેશે કે જો તમે ફરીથી ક્લિનિકલ ટ્રાયલ કરો તો પતંજલિ તે કરવા તૈયાર છે. તેમનું કહેવું છે કે જેણે માટે લાઇસન્સ મેળવ્યું છે તેવું જ તેમણે કર્યું છે. તેમની પોતાની દવાઓના ક્લિનિકલ પરીક્ષણના પરિણામો વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.. બાલકૃષ્ણે કહ્યું ,કે નિમ્સ યુનિવર્સિટીએ આ ક્લિનિકલ ટ્રાયલને નામંજૂર નથી કર્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.