જમ્મુ કાશ્મીરમાં પત્રકારોને તથા લોકોને ઈન્ટરનેટ કનેક્શન અને અન્ય બાબતો પર સમસ્યા ઉદ્ભવતા સરકારને ફરિયાદ કરી છે. આ કડીમાં પત્રકાર અનુરાધા ભસીન સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે સરકારને સવાલ કર્યો છે.
સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછયુ છે કે, ' તમે કેટલા સમય સુધી પાબંધી રાખવા ઈચ્છો છો? બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. તમારે સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે અને જમ્મુ કાશ્મીરની સ્થિતિને કાબુમાં રાખવા અન્ય કોઈ રસ્તો શોધવો પડશે.'
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ 5 ઓગસ્ટથી કેટલીય પાબંધી લાદવામાં આવી છે.