નવી દિલ્હીઃ રેલિગેયર એન્ટરપ્રાઇજેજ લિમિટેડના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (સીએફઓ) અનિલ સક્સેનાને 2 હજાર કરોડથી વધુ રૂપિયા પેટાકંપનીઓને ખોટી રીતે ટ્રાન્સફર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ જસ્ટિસ વિભુ બખરૂએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી તેને દિલ્હી હાઈકોર્ટે જામીનનો આદેશ આપ્યો હતો.
અદાલતે અનિલ સક્સેનાને 25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે અનિલ સક્સેનાને નિર્દેશ આપ્યો કે તે ટ્રાયલ કોર્ટની મંજૂરી વિના દિલ્હી છોડીને ક્યાઇ પણ જઇ શકશે નહીં. કોર્ટે નિર્દેશ આપ્યો કે, આરોપી REL, RFL અથવા રેલિગેર ગ્રુપની કોઈ કંપનીનો સંપર્ક કરશે નહીં. કોર્ટે અનિલ સક્સેનાને નિર્દેશ આપ્યો કે તે SHOને તેનો ફોન નંબર આપસે અને ફોનને હંમેશા ચાલુ રાખશે. આ ઉપરાંત, તે સુનાવણીની દરેક તારીખે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેશે.
કોર્ટે કહ્યું કે, આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેની REL અથવા RFLમાં કોઈ ભાગીદારી નથી. તેમણે ત્રણ વર્ષ પહેલા RIL નામની કંપની છોડી દીધી હોવાથી તેણે કોઈ પુરાવા પર અસર કરી હોવાની સંભાવના નથી. તેમણે RFLના ડિરેક્ટર પદેથી પણ રાજીનામું આપી ચૂક્યો છે. તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
અદાલતને જાણવા મળ્યું કે અનિલ સક્સેના 10 ઓક્ટોબર 2019 થી જેલમાં છે. અગાઉ તેમને દસ દિવસની જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ તેમણે જામીનની શરતોનો ભંગ કર્યો ન હતો. અદાલતે જણાવ્યું હતું કે અનિલ સક્સેનાની ભૂમિકાની તુલના કંપનીના પ્રમોટરોની ભૂમિકા સાથે કરી શકાય તેમ નથી જે ખોટી રીતે ફંડ ટ્રાન્સફરનો લાભાર્થી રહ્યો છે.
આ કેસમાં બાકીના આરોપીઓ હાલમાં જેલમાં છે. 17 જૂને સાકેત કોર્ટે શિવેન્દ્રસિંહની જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં શિવેન્દ્રસિંહ, માલવિંદર સિંહ, સુનીલ ગોધવાણી, કવિ અરોરા અને અનિલ સક્સેનાની ધરપકડ કરવામાં આવી હતી.